પૂનમ પાંડેના પતિની પોલિસે કરી ધરપકડ, અભિનેત્રીએ લગાવ્યો મારપીટનો આરોપ
અભિનેત્રી પૂનમ પાંડેએ એક વાર ફરીથી પોતાના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.
મુંબઈઃ અભિનેત્રી પૂનમ પાંડેએ એક વાર ફરીથી પોતાના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. પૂનમ પાંડેએ પોતાના પતિ સેમ અહેમદ બૉમ્બે પર મારપીટનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ સેમની પોલિસે ધરપકડ કરી લીધી છે. પૂનમ પાંડેએ બાંદ્રા સ્થિત પોલિસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર પૂનમ પાંડેની સેમની પહેલી પત્ની સાથે વાતચીતને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગુસ્સામાં સેમે પૂનમ પાંડેના વાળ પકડીને માથુ દિવાલ સાથે ભટકાડ્યુ અને પૂનમના ચહેરા પર ઘણા મુક્કા માર્યા. પૂનમ પાંડેના ચહેરા પર ઈજા થઈ છે જેના કારણે તેને ઓછુ દેખાઈ રહ્યુ છે.

પૂનમ પાંડેએ ઘટનાની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં નોંધાવી ત્યારબાદ બાંદ્રા પોલિસે સેમની ધરપકડ કરી લીધી અને કેસની તપાસ કરી રહી છે. વળી, પૂનમ પાંડેને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે પૂનમ પાંડેએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ પહેલા પણ તે પોતાના પતિ સામે મારપીટની ફરિયાદ કરાવી ચૂકી છે.
ગયા વર્ષે 10 સપ્ટેમ્બરે પૂનમ પાંડેએ સેમ સાથે લગ્ન કર્યા હતા. બંને લગભગ બે વર્ષથી એકબીજા સાથે લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા હતા. લગ્નના માત્ર 12 દિવસ બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવ્યા હતા. પૂનમે ગોવામાં સેમ બૉમ્બે સામે કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ ગોવા પોલિસે સેમની ધરપકડ કરી હતી. જો કે બાદમાં પોલિસે સેમને છોડી દીધો હતો અને પૂનમે પોતાની ફરિયાદ પાછી લઈ લીધી હતી.












Click it and Unblock the Notifications
