Grammy Awards 2024: પીએમ મોદીએ લખેલુ ગીત 'અબંડન્સ ઈન મિલેટ્સ' ગ્રેમી અવૉર્ડ માટે નૉમિનેટ, અહીં જુઓ ગીત

Grammy Awards 2024: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ મિલેટ્સ પર આધારિત ગીત 'અબન્ડન્સ ઇન મિલેટ્સ'ને આ વર્ષના ગ્રેમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીત આરોગ્ય લાભો અને પૌષ્ટિક અનાજને પ્રોત્સાહન આપવા માટે સરકારના પ્રયાસોને દર્શાવે છે.

બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં 'અબન્ડન્સ ઇન મિલેટ્સ' ગીતને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં વડાપ્રધાન મોદી પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સિંગર ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહે તેને ગાયું છે. ફાલ્ગુની શાહ તેના સ્ટેજ નામ ફાલુથી ઓળખાય છે.

Abundance in Millets

તમને જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સ જાહેર કર્યું છે. ભારતે આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 72 દેશોએ સમર્થન આપ્યું હતું.

ફાલ્ગુનીએ કહ્યું હતું કે આ ગીત તેને સેલિબ્રેટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને મિલેટ્સ ઉગાડવાનો સંદેશ આપવામાં આવ્યો છે, જેથી કરીને દુનિયામાંથી ભૂખ મિટાવી શકાય. અબન્ડન્સ ઇન મિલેટ્સ ગીત 16 જૂને રિલીઝ થયું હતું.

ગાયિકા ફાલ્ગુનીના કહેવા પર પીએમ મોદીએ આ ગીતમાં ભાષણ આપ્યું હતું, જે તેમણે પોતે લખ્યું હતું. આ મ્યુઝિક વીડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફાલ્ગુની શાહને વર્ષ 2022માં ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે. તેને 'અ કલરફુલ વર્લ્ડ' માટે બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો.

ગ્રેમી એવોર્ડની વાત કરીએ તો, આ કેટેગરીમાં અન્ય નોમિનેશનમાં 'શેડો ફોર્સિસ' માટે અરુજ આફતાબ, વિજય અય્યર અને શહેઝાદ ઈસ્માઈલી, 'અલોન' માટે બર્ના બોય અને 'ફીલ' માટે ડેવિડોનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X