Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: બૉલિવુડ સ્ટાર્સે આ રીતે મનાવ્યો યોગ દિવસ, સૌથી નાના યોગી પૃથ્વી અને ઈનાયા

બૉલિવુડ સ્ટાર્સ 21 જૂને પોતાના ઘરમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છે અને અલગ અલગ મુદ્રાઓમાં પોતાના ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે.

બૉલિવુડ સ્ટાર્સ 21 જૂને પોતાના ઘરમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છે અને બધાને યોગનુ મહત્વ સમજાવવા માટે અલગ અલગ મુદ્રાઓમાં પોતાના ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટીથી લઈને સારા અલી ખાન સુધી અને આલિયા ભટ્ટથી લઈને સમીરા રેડ્ડી સુધી ઘણા સ્ટાર્સે યોગ મુદ્રાઓમાં પોતાના ફોટા શેર કર્યા છે. વળી, સૌથી ક્યુટ ફોટા હતા બૉલિવુડના નાના યોગીઓને યોગનો અભ્યાસ કરતા જોવા જેમાં કંગના રનોતના ભાણીયા પૃથ્વી અને સોહા અલી ખાનની દીકરી ઈનાયા ખેમુ પણ શામેલ છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ એક ખૂબ જરૂરી વીડિયો શેર કરીને લખ્યુ - સૌથી વધુ મહત્વની હોય છે આપણી શ્વસન ક્રિયા. માટે યોગ્ય રીતે શ્વાસ લેવાથી આપણા અંગોને યોગ્ય રીતે ઑક્સિજન પહોંચી જાય છે માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ભ્રામરી પ્રાણાયામથી કરાય છે. શિલ્પા શેટ્ટીએ આ પ્રાણાયામની વિધિ તો જણાવી સાથે ફાયદા પણ જણાવ્યા. આ પ્રાણાયામ કોરોનાથી રિકવર થયા પછી પણ મદદ કરે છે. વળી, તમારા માનસિક સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખે છે.

નાનો યોગી પૃથ્વી ચંદેલ

નાનો યોગી પૃથ્વી ચંદેલ

કંગના રનોતે પોતાના પરિવારના સૌથી નાના યોગીનો ફોટો શેર કરીને બતાવ્યુ કે તેનો ભાણીયો પણ યોગ કરે છે.

નાની યોગી ઈનાયા ખેમૂ

નાની યોગી ઈનાયા ખેમૂ

સોહા અલી ખાને પણ પોતાની દીકરી ઈનાયા સાથે ધ્યાન મુદ્રામાં એક ફોટો શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઈનાયા રોજ કુણાલ અને સોહા સાથે યોગાભ્યાસ કરે છે.

સારા અલી ખાન

સારા અલી ખાન

સારા અલી ખાને પણ આ ફોટા સાથે સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ આપી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે પણ યોગ કરતો પોતાનો એક વીડિયો જાહેર કર્યો જેમાં તેણે ઘણી યોગ મુદ્રાઓ શીખવી જેને રોજ કરવાથી આપણે ઘણા સ્વસ્થ રહી શકીએ છીએ.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને પોતાનો આ ફોટો શેર કરીને લખ્યુ કે યોગ અભ્યાસ આપણા સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત રોજ પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર યોગ શીખવી રહી છે અને તમને એને ફોલો કરીને ગમે ત્યારે આ વીડિયો જોઈને યોગનો અભ્યાસ કરી શકો છો.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડીએ પોતાના આખા પરિવાર સાથે એક ફોટો મૂકીને બધાને યોગ દિવસ પર સ્વસ્થ રહેવાની પ્રાર્થના કરી.

નીતૂ કપૂર

નીતૂ કપૂર

નીતૂ કપૂરે પોતાની દીકરી રિદ્ધિમા કપૂર સાહની અને દોહિત્રી સમાયરા સાહની સાથે યોગ કરતો ફોટો શેર કર્યો. વળી, તેણે લખ્યુ - જો આ મહામારીમાં આપણે કોઈ એક વસ્તુ શીખી છે તો તે એ કે તમારુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેવુ કેટલુ જરૂરી છે અને શરીર માટે કામ કરવુ ક્યારેય આટલુ જરૂરી નહોતુ લાગ્યુ જેટલુ આ મહામારીએ શીખવ્યુ. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે - યોગ ઘરમાં અને યોગ પરિવાર સાથે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X