ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર: અનુપમ ખેર સહીત 14 લોકો પર એફઆઈઆર નોંધાઈ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ચુકી છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ચુકી છે. રુદ્ર પ્રોડક્શન બેનર હેઠળ બોહરા બ્રધર ઘ્વારા નિર્મિત અને વિજય રત્નાકર ઘ્વારા નિર્દેશિત આ ફિલ્મના અભિનેતા અનુપમ ખેર સહીત 14 લોકો પર બિહારના મુજફ્ફરપુરની અદાલતમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અરજીકર્તા સુધીર ઓઝા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને અપમાનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ

ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે માંગ
એસડીજેએમ વેસ્ટની અદાલતમાં મુજફ્ફરપુર કોર્ટના અધિવક્તા સુધીર ઓઝા ઘ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે માંગ કરવામાં આવી છે. સુધીર ઓઝા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને બીજા નેતાઓની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સુધીર ઓઝા ઘ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં દેશની સુરક્ષાવ્યવસ્થા સાથે પણ છેડછાડ કર્યાની વાત કહી છે.

ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થશે
આ મામલામાં યાચિકાકર્તાએ અભિનેતા અનુપમ ખેર, અક્ષય ખન્ના, ફિલ્મના નિર્માતા નિર્દેશક સહીત 14 લોકો પર કેસ દાખલ કર્યો છે. આ મામલે આગળની સુનાવણી 8 જાન્યુઆરીએ થશે. આપને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યુપીએ સરકાર પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ટ્રેલર લોન્ચ સાથે જ વિવાદોમાં આવી ગયું છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડનો આરોપ
મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસે ફિલ્મના ટ્રેલર માટે વિરોધ વ્યક્ત કરતા કહ્યુ છે કે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવી છે. વળી, તેમની માંગ છે કે ફિલ્મની રિલીઝ પહેલા તે એને જોવા ઈચ્છે છે. ફિલ્મમાં જે વસ્તુઓ ખોટી અને અયોગ્ય છે તેને હટાવી દીધા બાદ ફિલ્મ રિલીઝ થાય. તમને જણાવી દઈએ કે સંજય બારુના જે પુસ્તક પર આ ફિલ્મ બની છે તેના રિલીઝ સમયે પણ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે વિપક્ષે આ પુસ્તકની ઘણુ તૂલ આપ્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
