ઉર્ફી જાવેદ પર ભડક્યો શખ્સ, કહ્યું- દેશનુ નામ ખરાબ કરી રહી છે, અભિનેત્રીએ આપ્યો આવો જવાબ
ઉર્ફી જાવેદ તેની અજીબ ફેશન સેન્સના કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. જેના કારણે ઘણી વખત તેઓ ખરાબ રીતે ટ્રોલ પણ થાય છે. આવી સ્થિતિમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં મુંબઈ એરપોર્ટ પર ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સ જોઈને એક વ્યક્તિએ આવી કોમેન્ટ કરી હતી, ત્યારબાદ અભિનેત્રીએ તેની ક્લાસ લીધી હતી.
ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ઉર્ફી તેના મિત્ર સાથે એરપોર્ટની અંદર જઈ રહી હતી, જ્યારે એક વ્યક્તિ તેને જોઈને કહે છે કે આવા કપડાં ન પહેરો, ભારતનું નામ ખરાબ થાય છે. આસાંભળીને ઉર્ફી જાવેદ ગુસ્સે થઈ જાય છે અને તે તેને ઠપકો આપે છે.

વીડિયોમાં ઉર્ફી જાવેદ વ્યક્તિને જવાબ આપે છે અને કહે છે, શું તારા બાપનુ કઇ જઇ રહ્યું છે? નહીં ને, તો તમે તમારું કામ કરો. તેના પર તે વ્યક્તિ કહે છે કે તે ખોટું નથી. તેનાથી ભારત અને આપણા લોકોનું નામ ખરાબ થાય છે. આ પછી ઉર્ફી જાવેદનું તાપમાન વધુ વધ્યું અને પછી તેણે વ્યક્તિની જબરદસ્ત ક્લાસ લઇ લીધી હતી.
ઉર્ફી જાવેદે વ્યક્તિને જવાબ આપતા કહ્યું, શું હું તમારી દીકરી છું? તમે તમારું કામ કરો. જો કે, બાદમાં ઉર્ફીની ટીમ વચ્ચે આવે છે અને તેમનો ઝઘડો પતાવવાનો પ્રયાસ કરે છે. મામલો શાંત થયા પછી જ તે વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે. પરંતુ ઉર્ફી જાવેદ તેના વર્તનને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદનો આ વીડિયો જોઈને ચાહકો ગુસ્સે થઈ ગયા. એક યુઝરે વ્યક્તિને સપોર્ટ કરતા લખ્યું, તેણે શું ખોટું કહ્યું? ઉર્ફી તેનું અપમાન કેવી રીતે કરી શકે? અન્ય એક યુઝરે લખ્યું કે, 'તેણે કહેવું જોઈતું હતું કે તેણે આ કેમ પહેર્યું છે, જો તમને આઝાદી મળે તો કપડાં વિના ફરો.' એકે લખ્યું 'કોઈએ તેના ચહેરા પર સત્ય કહ્યુ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
