Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પલક તિવારીએ મા શ્વેતા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ - ડેટ પર ના જઈ શકુ એટલે મારી સાથે કર્યુ આવુ કામ

Shweta Tiwari Daughter Palak Tiwari: શ્વેતા તિવારી અને તેની દીકરી પલક તિવારી હાલમાં ઈન્ડસ્ટ્રી પર છવાયેલા છે. આ મા-દીકરીની જોડી પોતાના ફોટાથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 22 વર્ષની પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બૉલિવુડમાં એન્ટ્રી કરી છે અને તેની માતા શ્વેતા તિવારીની કિલર તસવીરો જોઈને કોઈ કહી ના શકે કે તે 42 વર્ષની હશે.

પ્રોફેશનલ લાઈફની સાથે શ્વેતા તિવારી પોતાની પર્સનલ લાઈફ માટે પણ હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન તેની પુત્રી પલક તિવારીએ તેની માતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Palak Tiwari

તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે વર્ષ 2001માં સીરિયલ 'કસૌટી જિંદગી કી'થી લોકપ્રિયતા મેળવી હતી. આટલા વર્ષો પછી પણ લોકો તેની સુંદરતાના દિવાના છે. શ્વેતા તિવારી ઘણી ભોજપુરી ફિલ્મોમાં પણ જોવા મળી છે. હાલમાં શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની બોલ્ડ તસવીરોથી લોકોના દિલ જીતતી રહે છે.

બૉલિવુડ બબલ સાથે વાત કરતા પલક તિવારીએ કહ્યું કે એક સમય હતો જ્યારે તેની માતા શ્વેતા તિવારીએ તેનું જીવન બગાડીને મૂકી દીધુ હતુ. પલકે કહ્યું- મારા કિશોરાવસ્થાના દિવસો ખૂબ જ ખરાબ હતા અને મારી માતાએ તે વર્ષો મારા માટે આઘાતજનક બનાવી દીધા હતા.

મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે હું બહુ ખોટું બોલતી હતી અને લોકો મને પકડી લેતા હતા. મારી માતા મને તે સમયે કહેતી હતી - તું બે કલાકમાં પકડાઈ જાય છે તો જૂઠું કેમ બોલે છે. મને યાદ છે કે જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે મારો એક બૉયફ્રેન્ડ હતો, જેવુ કે બધી સ્કૂલમાં હોય છે એમ.

પલક તિવારીએ આગળ કહ્યું- મને મોલમાં જવાનું પસંદ હતું. તેથી હું મારા બૉયફ્રેન્ડ સાથે મોલમાં જઈ રહી હતી અને મારી માતાને કહ્યું કે હું મારા મિત્રો સાથે રમવા જઈ રહી છું. મારી માતાએ કહ્યું ઠીક છે પણ તે સમયે તે કામના કારણે મુંબઈની બહાર હતી અને તેને ખબર પડી કે હું રમવા નથી ગઈ. તેમને ખબર પડી કે હું મોલમાં કોઈ છોકરા સાથે હતી.

પલકે કહ્યું- મારી માતા શ્વેતા તિવારી મારાથી ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે મને કહ્યું - હું તને શહેરથી દૂર ગામ મોકલી દઈશ. તેણે કિશોર વયે મને કદરૂપી બનાવવા માટે મારા વાળ પણ કાપી નાખ્યા હતા જેથી હું કોઈને ડેટ ન કરી શકું. હું ટૂંકા વાળમાં ખૂબ જ ગંદી દેખાતી હતી.

તમને જણાવી દઈએ કે પલક તિવારી અભિનેત્રી શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ નિર્માતા રાજા ચૌધરીની પુત્રી છે. મૂળ મેરઠના રાજા ચૌધરી પર શ્વેતા તિવારીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો જે બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. શ્વેતા તિવારીએ તેના પહેલા પતિથી અલગ થયા બાદ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, પરંતુ તેમના લગ્ન પણ તૂટી ગયા. શ્વેતા તિવારીને તેના બીજા લગ્નથી એક પુત્ર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X