Oscar 2023 Nominations : ઓસ્કરમાં નોમિનેશનમાં આરઆરઆર પર સૌની નજર, આ રીતે જુઓ લાઇવ પ્રસારણ

Oscar 2023 Nominations : ઓસ્કાર 2023 માટે નોમિનેશન્સ 24 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે જાહેર કરવામાં આવશે. આજે 'RRR' અથવા છેલો શો જેવી ભારતીય ફિલ્મોને ઓસ્કાર નોમિનેશનમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી શકે છે.

Oscar 2023 Nominations : ઓસ્કર એવોર્ડની ગણના સિને જગતના મોટા એવોર્ડમાં થાય છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા લગભગ તમામ લોકોનું ઓસ્કર મેળવવાનું સપનું હોય છે. આ વર્ષે ઓસ્કર એવોર્ડમાં સૌની નજર ટકેલી છે. તેનું કારણે છે, એસ એસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર.

ઓસ્કર પર રહેશે ભારતીયોની નજર

ઓસ્કર પર રહેશે ભારતીયોની નજર

એસએસ રાજામૌલીના RRR ના ફૂટ-ટેપિંગ ગીત 'નાટુ નાટુ' તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો અને તે જ શ્રેણીમાં ઓસ્કર માટેશોર્ટલિસ્ટ થયું છે. આજે ખબર પડશે કે, આ ગીતને નોમિનેશન મળશે કે નહીં? આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્યભૂમિકામાં છે. હાલ ઓસ્કર નોમિનેશન માટે તમામ ભારતીયોની નજર આ ફિલ્મ પર કેન્દ્રિત છે.

ભારતની આ ફિલ્મો થઇ શોર્ટલિસ્ટ

ભારતની આ ફિલ્મો થઇ શોર્ટલિસ્ટ

ઉલ્લેખનીય છે કે, આ વખતે ઘણી એવી ભારતીય ફિલ્મો છે, જેનાથી લોકોને આશા છે કે, તેઓ ઓસ્કર જીતી શકે છે. 'છેલો ફિલ્મો શો' (ધલાસ્ટ શો), 'RRR' નું 'નાટુ નાટુ' ગીત, શૌનક સેનની ડોક્યુમેન્ટ્રી 'ઓલ ધેટ બ્રીડ્સ' અને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'.

અત્રે નોંધનીય છે કે, આજે જો 'RRR' અથવા છેલો શો જેવી ભારતીય ફિલ્મોને ઓસ્કાર નોમિનેશનમાં શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, તો આ ફિલ્મો અવતારઃ ધવે ઓફ વોટર, ટોપ ગન: મેવેરિક, એલ્વિસ, ધ ફેબલ્સ મેનેસ અને ધ બંશી ઓફ ધ શિરીન સાથે સ્પર્ધા કરશે.

ઓસ્કાર નોમિનેશન ક્યારે અને ક્યાં લાઇવ જોઈ શકો છો?

ઓસ્કાર નોમિનેશન ક્યારે અને ક્યાં લાઇવ જોઈ શકો છો?

95મો એકેડેમી એવોર્ડ 12 માર્ચ, 2023ના રોજ લોસ એન્જલસના ડોલી થિયેટરમાં યોજાશે. આવા સમયે આ સમારોહનું હોસ્ટિંગ 'લેટ નાઈટટોક શો'ના પ્રસ્તુતકર્તા જીમી કિમેલને સોંપવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર, આ કાર્યક્રમ મંગળવારની સવારે 5:30 AMPST/8:30 AM EST પર પ્રસારિત કરવામાં આવશે. સમય ભારતીય માનક સમય મુજબ સાંજે 7 કલાકનો રહેશે.

ઓસ્કારનોમિનેશન માટે પ્રેઝન્ટેશન oscars.com, oscars.org અથવા YouTube સહિત એકેડેમીની સોશિયલ મીડિયા ચેનલો પર લાઈવસ્ટ્રીમ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X