રણવીર સિંહ પછી હવે વિદ્યુત જામવાલે બતાવી પોતાની બૉડી, વાયરલ ફોટા જોઈ છોકરીઓ બની ક્રેઝી
વિદ્યુત જામવાલે પોતાના અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેને જોઈને સહુ કોઈ ચોંકી ગયા છે.
Vidyut Jammwal Photos: વિદ્યુત જામવાલ આમ તો નેગેટીવ રોલ માટે ફેમસ છે પરંતુ તેનુ ફિઝીક કોઈ હીરોથી કમ નથી. લોકો તેની શાનદાર બૉડી અને ફિટનેસના દીવાના છે. ખાસ કરીને છોકરીઓ તેની ફિટ બૉડીની ક્રેઝી છે. હાલમાં જ વિદ્યુત જામવાલે પોતાના અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેને જોઈને સહુ કોઈ ચોંકી ગયા છે. ફોટા જોયા પછી લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી.

વિદ્યુત જામવાલે ફ્લૉન્ટ કરી ટોન્ડ બૉડી
તમને જણાવી દઈએ કે હાલમાં જ બૉલિવુડના કમાન્ડો સ્ટંટ સ્પેશિયાલિસ્ટ એક્ટર વિદ્યુત જામવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરીને તેણે તેના ચાહકોના હોશ ઉડાવી દીધા છે. આ તસવીરોમાં વિદ્યુત જામવાલનુ ટોન્ડ બૉડી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તસવીરોને લોકોએ ખૂબ પસંદ કરી છે.

લોકોએ વિદ્યુતને ગણાવ્યો મહાયોદ્ધા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં વિદ્યુત જામવાલ તેની ટોન્ડ બૉડી ફ્લૉન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે તે સ્ટંટ કરતી વખતે પણ જોરદાર પોઝ આપી રહ્યો છે. તેની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને 'મહાયોદ્ધ' કહી રહ્યા છે તો કેટલાક તેને 'ભારતીય ફાઇટર' કહી રહ્યા છે. લોકો કહે છે કે આવી બૉડી બનાવવી દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી.

3 વર્ષની ઉંમરથી કલરિપયટ્ટુની પ્રેકટીસ
તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બર 1980ના રોજ જન્મેલા વિદ્યુત જામવાલ એક્ટરની સાથે સાથે માર્શલ આર્ટ સ્પેશિયાલિસ્ટ અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તેણે કલરીપયટ્ટુની પ્રેક્ટિસ પણ કરી છે. કલરીપયટ્ટુ એ ભારતની એક માર્શલ આર્ટ છે જે ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાંથી ઉદ્દભવેલી એક યુદ્ધ કલા છે. કલરીપયટ્ટુનો અર્થ છે તમામ માર્શલ આર્ટ્સની માતા. તે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના નજીકના ભાગો તેમજ ઉત્તરપૂર્વીય શ્રીલંકા અને મલેશિયામાં મલયાલી સમુદાયમાં વ્યાપકપણે પ્રચલિત છે. તે મુખ્યત્વે કેરળની યોદ્ધા જાતિઓ જેમ કે નાયર અને એઝાવાસ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી હતી.

સાઉથ મૂવીમાં પણ કરી ચૂક્યા છે કામ
ફિલ્મ 'કમાન્ડો'માં પોતાના સ્ટંટથી ભરપૂર રોલ માટે પ્રખ્યાત વિદ્યુત જામવાલે હિન્દી ફિલ્મો સિવાય દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે 'જંગલ', 'યારા', 'કમાન્ડો સિરીઝ' અને 'સનક' જેવી બૉલિવુડ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે. હાલમાં જ તેની ફિલ્મ 'ખુદા હાફિઝ 2' પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ વિદ્યુત જામવાલની એક્શનથી ભરપૂર ફિલ્મ હતી.

લાઈવ એક્શન શોમાં કરે છે પરફોર્મ
વિદ્યુતના પિતા આર્મી ઓફિસર હતા તેથી તેઓ ભારતના ઘણા રાજ્યોમાં રહી ચૂક્યા છે. વિદ્યુત જામવાલે માત્ર 3 વર્ષની ઉંમરે કલરીપયટ્ટુની તાલીમ લીધી હતી. તેણે માર્શલ આર્ટના ઘણા ફોર્મ શીખ્યા છે. તમને જણાવી દઈએ કે તે 25 દેશોમાં ફર્યો છે અને લાઈવ એક્શન શોમાં પણ પરફોર્મ કરે છે. વિદ્યુત જામવાલે વર્ષ 2021માં સગાઈની જાહેરાત કરી હતી. તે ટૂંક સમયમાં ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
