જાળીદાર ડ્રેસમાં દેખાયો નિયાનો બોલ્ડ અંદાજ, એકથી એક હૉટ ફોટા જોઈ યુઝર્સ બન્યા દીવાના
નિયાએ એક વાર ફરીથી પોતાના અમુક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે.
મુંબઈઃ અભિનેત્રી નિયા શર્મા પોતાની એક્ટિંગ અને ડાંસને લઈને જાણીતી છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ લોકપ્રિય છે. નિયા સતત પોતાના ફોટા ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરતી રહે છે. જે યુઝર્સને ખૂબ પસંદ પણ આવે છે. નિયાએ એક વાર ફરીથી પોતાના અમુક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે. તેના આ ફોટા યુઝર્સને ખૂબ જ ગમી રહ્યા છે.

નિયાએ શેર કર્યા ફોટા
અભિનેત્રી નિયા શર્માએ એક ગેમિંગ કાર્નિવલથી પોતાના ફોટા શેર કર્યા છે. જેમાં તેણે બ્લેક નેટ ડ્રેસ પહેર્યો છે. નિયાનો આ ડ્રેસ ઘણો બોલ્ડ છે. એમાં તેના આ ફોટા સોશિયલ યુઝર્સનુ ધ્યાન ખેંચી રહ્યા છે. નિયાના આ ફોટાને લાખો લોકોએ લાઈક કર્યા છે. હજારો યુઝર્સે પણ કમેન્ટ કરીને તેના ફોટાની પ્રશંસા કરી છે.

હાલમાં જ મમ્મી સાથે શેર કર્યા હતા ફોટા
નિયા શર્માએ હાલમાં જ પોતાની મમ્મી ઉષા શર્માના બર્થડે પર તેમની સાથે અમુક ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. ફોટામાં નિયા શર્માએ સમુદ્ર વચ્ચો-વચ્ચ પોતાની મમ્મીનો જન્મદિવસ મનાવતી દેખાઈ રહી હતી. તેના આ ફોટા પણ ખૂબ જ વાયરલ થયા હતા.

ટીવી સાથે વેબસીરિઝમાં પણ કરી ચૂકી છે કામ
નિયા શર્માએ ટીવી પર ઘણુ કામ કર્યુ છે. આ ઉપરાંત વેબ સીરિઝ અને મ્યૂઝિક આલ્બમમાં પણ તે કામ કરી ચૂકી છે. નિયા શર્માને સીરિયલ 'એક હજારોમે મેરી બહેના હે'થી ખૂબ લોકપ્રિયતા મળી હતી. નિયા શર્મા નાગિન 4માં પણ જોવા મળી ચૂકી છે. નિયાએ રવિ દૂબે સાથે વેબ સીરિઝ જમાઈ રાજા-2માં પણ કામ કર્યુ છે.

નિવેદનોથી ચર્ચામાં રહે છે નિયા શર્મા
નિયા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ માટે પણ ચર્ચામાં આવતી રહે છે. નિયાએ હાલમાં જ ટીવી અને વેબ સીરિઝમાં કામ કરવાના અનુભવ પર કહ્યુ હતુ કે ટીવીથી વેબસીરિઝમાં કામ કરવાનુ ઘણુ સારુ છે કારણકે ટીવીમાં લોકોને ખચ્ચરમની જેમ કામ કરાવડાવે છે. નિયાએ કહ્યુ છે કે ટીવી પર પેમેન્ટ લેવાનુ પણ મુશ્કેલ કામ છે. પેમેન્ટ માટે ઘણી વાર તેની લડાઈઓ પણ થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
