પૌત્રીના જન્મ પર નીતૂ કપૂરે આ રીતે વ્યક્ત કરી ખુશી, જણાવ્યુ કોના જેવી લાગી છે દીકરી
નીતૂ કપૂર સાંજે જ્યારે હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે પાપારાઝીએ ન્યૂબૉર્ન બેબી વિશે ઘણા સવાલ પૂછ્યા. તેમણે જે રિએક્શન આપ્યુ છે તે જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો. બૉલિવુડમાં ખુશીના માહોલ સાથે સામાન્યથી લઈને ખાસ લોકો પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને પેરેન્ટ્સ બનવા માટે અભિનંદન પાઠવી રહ્યા છે. નીતૂ કપૂર સાંજે જ્યારે હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે પાપારાઝીએ ન્યૂબૉર્ન બેબી વિશે ઘણા સવાલ પૂછ્યા. નીતૂ કપૂરે પણ પૌત્રીના જન્મ બાદ દાદી બનવાની ખુશી વ્યક્ત કરી. તેમણે જે રિએક્શન આપ્યુ છે તે જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે. નીતૂ કપૂરે ખૂબ જ મઝેદાર અંદાજમાં જવાબ આપ્યા.

આલિયા ભટ્ટે 6 નવેમ્બરે આપ્યો દીકરીને જન્મ
6 નવેમ્બરની સવારે આલિયા ભટ્ટ તેના પતિ અભિનેતા રણબીર કપૂર સાથે મુંબઈની રિલાયન્સ હૉસ્પિટલ પહોંચી હતી. લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ માતા બનશે. અભિનેતા રણબીર કપૂરની માતા નીતૂ કપૂર, આલિયા ભટ્ટના પિતા અને માતા એટલે કે મહેશ ભટ્ટ અને સોની રાઝદાન પણ હૉસ્પિટલ પહોંચ્યા હતા. આલિયા હૉસ્પિટલ પહોંચી તેના થોડા સમય બાદ દીકરીના જન્મના સમાચાર બધાની સામે આવ્યા.

નીતૂ કપૂરનુ રિએક્શન
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને તેની પૌત્રીના જન્મ વિશે જણાવ્યુ. વળી, સાંજે જ્યારે નીતૂ કપૂર હૉસ્પિટલની બહાર આવી ત્યારે બહાર ઉભેલા પાપારાઝીઓએ તેમને દાદી બનવા બદલ અભિનંદન આપ્યા. પાપારાઝીએ જ્યારે તેમને પૂછ્યુ કે તમે તમારી પૌત્રીના જન્મ વિશે શું કહેવા માંગો છો. જવાબમાં નીતૂ કપૂરે કહ્યુ- તમે હંમેશા મને આ બધુ કેમ પૂછો છો? હું શું કહુ? હું બહુ ખુશ છુ.

આલિયા કે રણબીર કપૂર કોના પર ગઈ છે દીકરી?
પાપારાઝીએ પૂછ્યુ કે દીકરી આલિયા કે રણબીર કપૂર કોના પર ગઈ છે. જેના પર નીતૂ કપૂરે જવાબ આપ્યો - તે હજુ ઘણી નાની છે, તેનો જન્મ આજે થયો છે. તેથી અત્યારે કહવું મુશ્કેલ છે પરંતુ તે ખૂબ જ સ્વીટ છે. સાસુ નીતૂ કપૂરે પુત્રવધૂ આલિયા ભટ્ટની તબિયત વિશે પણ મીડિયાને અપડેટ કર્યુ હતુ. તેમણે કહ્યુ- આલિયા એકદમ ફર્સ્ટ ક્લાસ છે. બધુ બરાબર છે.

ઈન્સ્ટાગ્રામ પર આપ્યા સમાચાર
આલિયા ભટ્ટે પોતાના અને રણબીર વતી એક નાનકડી નોંધ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લોકોને પુત્રીના જન્મની અધિકૃત જાહેરાત કરી હતી. નોટમાં લખ્યુ હતુ - અને અમારા જીવનના શ્રેષ્ઠ સમાચારમાં: અમારુ બાળક અહીં છે.. તે કેટલી જાદુઈ છોકરી છે. અમે સત્તાવાર રીતે પ્રેમથી ભરપૂર છીએ - ધન્ય અને જનૂની માતાપિતા !!!!! આ નોટ પર આલિયા અને રણબીર બંનેએ 'લવ લવ લવ' સાથે સહી કરી હતી. સાથે એક નાના સિંહના બાળક સાથે સિંહ અને સિંહણનો ફોટો હતો જેઓ એકબીજાને વળગી રહ્યા હતા.

એપ્રિલ 2022માં થયા હતા લગ્ન
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. કોરોના મહામારી દરમિયાન બંને લિવ-ઈનમાં પણ સાથે રહેતા હતા. લગ્નના બે મહિના પછી એટલે કે જૂનમાં આલિયાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને કહ્યુ હતુ કે તે ગર્ભવતી છે. તેની પ્રેગ્નન્સી વિશે સાંભળીને બધા ચોંકી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
