Video: રુમર્ડ બૉયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદીની 'ખો ગયે હમ કહાં' જોવા પહોંચી નવ્યા, કેમેરો જોઈને ભાગી

Kho Gaye Hum Kahan Screening: બૉલિવુડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી હાલમાં તેની આગામી ફિલ્મ 'ખો ગયે હમ કહાં'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 26 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ મેકર્સે રવિવારે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

આ સ્ક્રીનિંગમાં સિદ્ધાંત ચતુર્વેદીની રુમર્ડ ગર્લફ્રેન્ડ નવ્યા નવેલી નંદા પણ જોવા મળી હતી. સિદ્ધાંત ચતુર્વેદી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેનું નામ નવ્યા નવેલી નંદા સાથે જોડાઈ રહ્યું છે. બંને અત્યાર સુધી ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

navyaa

ઘણી સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે ફરી એકવાર નવ્યા નંદાની તસ્વીરો વાયરલ થતા આ અફવાઓને વેગ મળ્યો છે. નવ્યા નંદા સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'ખો ગયે હમ કહાં'ના સ્ક્રિનિંગમાં પહોંચી હતી, ત્યારબાદ ડેટિંગની અફવા વધુ ઝડપથી ફેલાઈ હતી.

આ દરમિયાન નવ્યાએ પાપારાઝીને પોઝ આપ્યા હતા. કારમાંથી બહાર નીકળતી વખતે તે પાપારાઝીને જોઈને શરમાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક ગરબડ છે. જો કે, આ અફવાઓ પર હજુ સુધી સિદ્ધાંત અને નવ્યા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બંને પોતાને એકબીજાના ખાસ મિત્રો માને છે. આ પહેલા તેઓ બોલિવૂડ પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે 'ખો ગયે હમ કહાં' ફિલ્મની સ્ક્રીનિંગમાં બૉલિવુડની તમામ હસ્તીઓ હાજરી આપી હતી. આ ખાસ અવસર પર અનન્યા પાંડે તેના કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે ક્રૉપ ટૉપ સાથે બ્લુ ડેનિમ પહેર્યું હતું. આ સિવાય અનન્યાના માતા-પિતા ચંકી પાંડે અને ભાવના પણ સ્ક્રીનિંગમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેણે પાપારાઝી માટે જોરદાર પોઝ આપ્યા હતા. ખો ગયે હમ કહાં ફિલ્મનું નિર્દેશન અર્જુન વરણ સિંહે કર્યું છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X