Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Naseeruddin Shah Birthday: 19ની ઉંમરે નસીરુદ્દીન શાહે પોતાનાથી મોટી પાકિસ્તાની મહિલા સાથે કર્યા હતા લગ્ન

બૉલિવુડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક નસીરુદ્દીન શાહ આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

મુંબઈઃ બૉલિવૂુડના તેજસ્વી કલાકાર નસીરુદ્દીન શાહની એક્ટિંગના વખાણ કરતા લોકો થાકતા નથી. નસીરુદ્દીન શાહ સિનેમા જગતના એવા સ્ટાર્સમાંથી એક છે જેમની ચમક સમયની સાથે સતત વધી રહી છે. તેમના અભિનયનું સ્તર અલગ છે. તેમણે હીરોની જેમ અભિનય કર્યો ન હતો પરંતુ અભિનેતાની જેમ અભિનય કર્યો હતો. બૉલિવુડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક નસીરુદ્દીન શાહ આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને અડીને આવેલા જિલ્લા બારાબંકીમાં થયો હતો. તેમના જન્મદિવસના અવસર પર અમે તમને જણાવીએ તેમના પ્રેમ અને લગ્ન વિશે...

ભણવુ ના પડે એટલા માટે પસંદ કરી એક્ટિંગની દુનિયા

ભણવુ ના પડે એટલા માટે પસંદ કરી એક્ટિંગની દુનિયા

નસીરુદ્દીન શાહને બાળપણથી જ ફિલ્મો જોવાનો શોખ હતો. તે ફિલ્મોમાં પણ કામ કરવા માંગતા હતા પરંતુ તે ના ફિલ્મોમાં આવવાનુ એક કારણ એ હતુ કે તે ભણવા માંગતા નહોતા. એક ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે કહ્યુ હતુ કે તેઓ અભ્યાસમાં ખૂબ નબળા હતા. આ બાબતે તેઓ શિક્ષકોનો માર ખાતા હતા. તે સમયે તેમણે વિચાર્યુ કે તેમણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવી જોઈએ જેથી અભ્યાસ ન કરવો પડે. તે સમયે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. જ્યારે તેમનો અભ્યાસ પૂરો થઈ ગયો અને પિતાએ પૂછ્યુ કે આગળ શું કરવુ છે ત્યારે તેમણે કહ્યુ કે તેને અભિનયમાં કારકિર્દી બનાવવી છે.

19 વર્ષની ઉંમરમાં કરી લીધા લગ્ન

19 વર્ષની ઉંમરમાં કરી લીધા લગ્ન

તમને જણાવી દઈએ કે એક્ટર નસીરુદ્દીન શાહે 19 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. તેમણે એક પાકિસ્તાની છોકરી પરવીન (મનારા) સાથે લગ્ન કર્યા હતા જે તે સમયે 34 વર્ષની હતી અને તેની સાથે અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. લગ્નના માત્ર 10 મહિના પછી જ તેની પત્નીએ એક પુત્રી હીબાને જન્મ આપ્યો પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહિ અને પરવીન પુત્રીને લઈને ભારત છોડીને પાકિસ્તાન પાછી ચાલી ગઈ.

રત્ના પાઠક સાથે કર્યા બીજા લગ્ન

રત્ના પાઠક સાથે કર્યા બીજા લગ્ન

રત્ના પાઠક અને નસીરુદ્દીન શાહની પહેલી મુલાકાત વર્ષ 1975માં થઈ હતી. બંને પહેલીવાર થિયેટરમાં એક નાટક માટે મળ્યા હતા. આ નાટકનુ નામ હતુ સંગમ સે સન્યાસ તક. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા પણ લગ્ન કરવા આસાન નહોતા. હકીકતમાં નસીરુદ્દીને તેની પહેલી પત્ની પરવીનને તલાક આપ્યા ન હતા. આવી સ્થિતિમાં તે રત્ના પાઠક સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યા. પરવીનથી છૂટાછેડા પછી તેમણે રત્ના પાઠક સાથે લગ્ન કર્યા. નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકને બે પુત્રો છે ઈમાદ અને વિવાન. નસીર અને પરવીનની પુત્રી હીબા પણ તેમની સાથે રહે છે.

આ ફિલ્મથી શરુ થયુ કરિયર

આ ફિલ્મથી શરુ થયુ કરિયર

નસીરુદ્દીન શાહે વર્ષ 1975માં આવેલી ફિલ્મ 'નિશાંત'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો પરંતુ તેના કારણે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીએ તેમના માટે દરવાજા ખોલી દીધા. આ ફિલ્મ પછી તેણે 'મંથન', 'ભૂમિકા', 'સ્પર્શ' અને 'જુનૂન' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. નસીરુદ્દીન શાહે પોતાની કારકિર્દીમાં ઘણા રસપ્રદ પાત્રો ભજવ્યા છે.

આ ફિલ્મો માટે જીત્યો નેશનલ અવૉર્ડ

આ ફિલ્મો માટે જીત્યો નેશનલ અવૉર્ડ

નસીરુદ્દીન શાહને 'સ્પર્શ' અને 'પાર' જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલુ જ નહિ તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પણ મળી ચૂક્યા છે. નસીરુદ્દીન શાહે માત્ર ફિલ્મો જ નથી કરી પરંતુ 'મિર્ઝા ગાલિબ' અને 'ભારત એક ખોજ' જેવા શો સહિત ઘણા ટીવી શો પણ કર્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X