સલમાન ખાનના ઘરે ક્રાઈમ બ્રાંચની રેડ, પકડાયો 29 વર્ષથી ભાગેડુ વોન્ટેડ ગુનેગાર

બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ઘરે મુંબઈ ક્રાઈમ બ્રાંચે રેડ પાડી. આ રેડમાં પોલિસ વર્ષોથી ભાગેડુ જાહેર કરાયેલ ગુનેગાર મળી ગયો.

બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ઘરે મુંબઈ ક્રાઈમ બ્રાંચે રેડ પાડી. આ રેડમાં પોલિસ વર્ષોથી ભાગેડુ જાહેર કરાયેલ ગુનેગાર મળી ગયો. મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાંચે સલમાન ખાનના બંગલાની દેખરેખ રાખનાર કેરટેકરની ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલિસને આ વ્યક્તિની 29 વર્ષથી શોધ હતી. પોલિસે આ વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી લીધી છે.

Salman Khan

માહિતી મુજબ સલમાન ખાનના ગોરાઈ સ્થિત બંગલા પર ક્રાઈમ બ્રાંચે રેડ પાડી ત્યારબાદ પોલિસે બંગલાના કેર ટેકરની ધરપકડ કરી લીધી. ધરપકડ કરાયેલ વ્યક્તિનુ નામ શક્તિ સિદ્ધેશ્વર રાણા છે. 62 વર્ષના આ વ્યક્તિની પોલિસે ધરપકડ કરી લીધી છે. સિદ્ધેશ્વર રાણા છેલ્લા 20 વર્ષથી સલમાનના બંગલાની દેખરેખ કરી રહ્યો હતો. વળી, પોલિસને તેની શોધ 1990માં થયેલી લૂંટની ઘટના માટે હતી. પોલિસને એક ગુપ્તચર દ્વારા આ સૂચના મળી હતી કે સિદ્ધેશ્વર રાણા સલમાન ખાનના બંગલામાં છે ત્યારબાદ પોલિસે રેડ પાડી તેની ધરપકડ કરી લીધી.

પોલિસે તેને વર્ષ 1990ની લૂટના કેસમાં ધરપકડ કરી છે. વરિષ્ઠ પોલિસ નીરિક્ષક નિનાદ સાવંતે જણાવ્યુ કે રાણા અને અમુક અન્ય લોકો ચોરીના કેસમાં કથિત રીતે સંકળાયેલા છે અને તેમને 1990માં ગુનાશાખાએ ધરપકડ કરી હતી. પોલિસને મળેલી માહિતી મુજબ રાણાની જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે ભાગી ગયો હતો. ત્યારબાદ તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X