કોલકત્તાની હૉસ્પિટલમાં ભરતી મિથુન ચક્રવર્તી, છાતીમાં દુઃખાવાની ફરિયાદ
Mithun Chakraborty: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ આજે એટલે કે 10 ફેબ્રુઆરી 2024 (શનિવાર)ની સવારે કોલકાતાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અભિનેતાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તે સવારે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા, ત્યારબાદ તેમને ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિથુન ચક્રવર્તી હાલ કોલકાતાની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા જ એક વીડિયો શેર કરતા અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત થયા બાદ તેઓ કેવું અનુભવી રહ્યા છે. અભિનેતાએ એક વીડિયોમાં બંગાળીમાં કહ્યું હતું - મને ગર્વ છે. આ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું. હું દરેકનો આભાર માનવા માંગુ છું.
મિથુન ચક્રવર્તીએ વીડિયોમાં આગળ કહ્યું- મેં ક્યારેય કોઈ પાસેથી મારા માટે કંઈ માંગ્યું નથી. આજે મને માંગ્યા વગર કંઇક મળી ગયાની અનુભૂતિ થાય છે. આ એક સંપૂર્ણપણે અલગ લાગણી છે. આ ખૂબ જ સારી લાગણી છે. તમને જણાવી દઈએ કે 73 વર્ષીય મિથુન ચક્રવર્તી ભારતીય ફિલ્મોના લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'મૃગયા'થી કરી હતી જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
