મિસ યુનિવર્સની 6 સ્પર્ધકોએ ઑર્ગેનાઈઝર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યુ - 20 લોકો સામે કર્યા ટૉપલેસ, ફોટા પાડ્યા
Miss Universe: મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયાની 6 સ્પર્ધકોએ આયોજકો સામે જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનાર 6 કન્ટેસ્ટન્ટે આયોજકો પર ગંભીર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.
ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં 29 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા સૌંદર્ય સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધકોનો આરોપ છે કે તેમને બૉડી ચેકના નામે 20 લોકો સામે ટૉપલેસ કરવામાં આવ્યા.

મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા સૌંદર્ય સ્પર્ધા આયોજકો પર મહિલા સ્પર્ધકોને અશ્લીલ પોઝ આપવા અને ટૉપલેસ પોઝ આપવા માટે મજબૂર કરવાનો આરોપ છે. સ્પર્ધકોનો આરોપ છે કે આયોજકોએ લગભગ 20 લોકોની સામે તેમને ટૉપલેસ કરી દીધા અને તેમની તસવીરો લેવાનું શરૂ કર્યું. આયોજકોએ તેમને છેતર્યા અને ફાઇનલ રાઉન્ડ માટે બૉડી ચેકઅપ કરાવવાનું કહીને તેમને ટૉપલેસ કરાવ્યા.
સ્પર્ધકોનુ કહેવુ છે કે આયોજકો તેમાંથી પાંચને અલગ-અલગ રૂમમાં લઈ ગયા હતા. તેમણે કહ્યું કે લગભગ 20 લોકો ત્યાં પહેલાથી જ હાજર હતા. જ્યાં તેમને બૉડી ચેક કરવાના બહાને તેમનું અંડરવેર કાઢી નાખવાનું કહેવામાં આવ્યું હતું.
વળી, તેમણે કહ્યુ કે આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો તેમના ફોટા ક્લિક કરી રહ્યા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ વિશે માહિતી આપતાં, આ સ્પર્ધકોની વકીલ મેલિસા એંગ્રેનીએ કહ્યું કે, 'પાંચ સ્પર્ધકોના ટોપલેસ ફોટા ક્લિક કરવામાં આવ્યા હતા, જ્યારે સ્પર્ધા માટે આવી તપાસની કોઈ જરૂર નથી હોતી'.
જાતીય સતામણીનો આરોપ લગાવનાર એક સ્પર્ધકે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, 'અમુક સ્પર્ધકોને એક બાજુએ લઈ જવામાં આવ્યા હતા અને અયોગ્ય રીતે પોઝ આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં તેમના પગ ખોલવાનો પણ સમાવેશ થાય છે. મને એવું લાગ્યું કે જાણે તે સતત મારી તરફ ઘૂરી રહ્યા હતા. હું ખૂબ જ મૂંઝવણ અને અસ્વસ્થતા અનુભવી રહી હતી'.
આ મામલાએ હવે ઇન્ડોનેશિયામાં રાજકીય વળાંક લીધો છે. ઈન્ડોનેશિયા એક ઈસ્લામિક દેશ છે અને અહીં બ્યુટી કૉન્ટેસ્ટનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં આ મામલો લોકો સુધી પહોંચી રહ્યો હોવાથી દરેક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જ્યારે આયોજકો પાસેથી જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેમના તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો. ન તો કંપનીએ આ અંગે માલિકમાં કશું કહેવું જરૂરી માન્યું કે ન તો પ્રવક્તાએ આ અંગે કંઈ કહ્યું.












Click it and Unblock the Notifications
