Miss Teen Earth India : કોણ છે તનિષ્કા? જેણે માત્ર 15 વર્ષે Miss Teen Earth India નો તાજ જીત્યો
હાલ બિહારની એક દિકરીની ચર્ચા દુનિયાભરમાં છે. બિહારની આ દિકરીનું નામ તનિષ્કા છે અને તેને મિસ ટીન અર્થ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો છે.
દેશની સૌથી મોટી ટીન બ્યુટી પેજન્ટ મિસ ટીન દિવા 2024નું તાજેતરમાં જયપુરમાં આયોજન કરવામાં આવ્યું. દેશની આ સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધામાં પટણાની 15 વર્ષની તનિષ્કા શર્માએ મિસ ટીન અર્થ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે.

તનિષ્કાનો જન્મ અને ઉછેર પટનામાં થયો અને હવે તે દેશની સૌથી મોટી ફેશન ડિઝાઇનર બનવા માંગે છે. તનિષ્કા કહે છે કે આ સ્પર્ધામાં ભાગ લેવાનું કારણ શારીરિક અને માનસિક રીતે પોતાને સુધારવાનો પ્રયાસ કરવાનો હતો.
તેણીએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન મારું વજન વધીને 86 કિલો થઈ ગયું હતું, તેને ઘટાડવામાં લગભગ સાત મહિના લાગ્યા, 21 કિલો વજન ઘટાડ્યા પછી મને સમજાયું કે દેશની દરેક બીજી છોકરી આ સમસ્યાથી પીડાઈ રહી છે. તેમનામાં આત્મવિશ્વાસ જગાડવા માટે મેં આ સ્પર્ધામાં ભાગ લીધો અને સખત મહેનત કર્યા પછી હું જીતી.
તનિષ્કાએ કહ્યું કે, અત્યારે હું ઈન્ટરનેશનલ મિસ ટીન અર્થ દિવા માટે તૈયારી કરી રહી છું અને તે ટાઈટલ જીતીને હું ફેશન ઈન્ડસ્ટ્રીમાં બિહાર માટે ઘણું કરીશ. જીતતા પહેલા તનિષ્કાએ ઓપનિંગ ડાન્સ, સ્વિમવેર રાઉન્ડ, ઈવનિંગ ગાઉન રાઉન્ડ તેમજ ટાઈટલ રાઉન્ડમાંથી પસાર થવું પડ્યું. જેમાં દેશભરમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા વચ્ચે તનિષ્કાને વિજેતા પસંદ કરવામાં આવી અને સન્માનિત કરવામાં આવી.
પટનાની રહેવાસી 15 વર્ષની તનિષ્કાના પિતા ડૉ. વિકાસ શર્મા પશુચિકિત્સક છે અને માતા નીતુ શર્મા એન્જિનિયર છે. તનિષ્કાએ તેનું સ્કૂલિંગ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી કર્યું છે અને હવે તે મોટી ફેશન ડિઝાઇનર બનવા માંગે છે. તનિષ્કા શર્મા આવતા વર્ષે મિસ ટીન અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
તનિષ્કા શર્માની તૈયારી પહેલેથી જ શરૂ થઈ ગઈ છે અને તે ખૂબ જ પ્રેરણાદાયી છે. તેણીએ મિસ ટીન દિવાની તૈયારી કરવા માટે 21 કિલો વજન ઘટાડ્યું છે. તેણે કહ્યું કે હવેથી તે ડોક્ટરો અને નિષ્ણાતોના કડક માર્ગદર્શન હેઠળ છે.
મિસ ટીન અર્થ એ દરેક છોકરીનું સપનું છે કારણ કે હું હંમેશા પર્યાવરણીય મુદ્દાઓ પર કામ કરતી રહી છું અને એક પર્યાવરણવાદી તરીકે મારું સપનું છે કે મિસ ટીન અર્થનો ખિતાબ જીતવો. મિસ ટીન અર્થનો ખિતાબ જીતીને હું એક મોટા પ્લેટફોર્મ પરથી મોટી સંખ્યામાં લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરી શકીશ.
તનિષ્કાએ રાષ્ટ્રીય નિર્દેશક નિખિલ આનંદનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે મારા સહિત સમગ્ર દેશને આ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર. તનિષ્કાના પેજન્ટ મેન્ટર રિતિકા રામત્રી હતા, જેમણે તેને સમયાંતરે માર્ગદર્શન આપ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
