Mirzapur 3 : કોણ છે મિરઝાપુરની ઝરીના? બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે
Mirzapur 3 : મિરઝાપુર વેબ સિરીઝની ત્રીજી સિઝને ફેન્સને દિવાના બનાવ્યા છે. મિરઝાપુરના ઘણા પાત્રો ઝડપથી લોકો વચ્ચે ફેમસ થઈ રહ્યા છે. આ લિસ્ટમાં એક નામ ઝરીના એટલે કે અનંગશા બિસ્વાસ છે.
મિરઝાપુરની આ સિઝનમાં એક વધુ પાત્ર ખાસ લોકોની નજરે ચડ્યુ છે. આ પાત્ર ઝરીના એટલે કે અનંગશા બિસ્વાસનું છે. ઝરીનાએ પોતાના દમદાર પાત્રથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

મિર્ઝાપુર સીઝન 3માં ઝરીનાનું પાત્ર સૌથી ખાસ હતું. સીઝન 1 માં તેણીની ભૂમિકા ખૂબ નાની હોવા છતાં અનંગશા બિસ્વાસે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બાદમાં તેણીએ બીજી અને ત્રીજી સીઝનમાં પણ તેની ભૂમિકા ફરી ભજવી. જણાવી દઈએ કે અનંગશાએ મિર્ઝાપુર સીઝન 1 થી ડિજિટલ ડેબ્યુ કર્યું હતું.
21 ફેબ્રુઆરી 1990ના રોજ કોલકાતામાં જન્મેલી અનંગશા બિસ્વાસ મોટાભાગે હિન્દી અને બંગાળી ફિલ્મો તેના કામ માટે જાણીતી છે. ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કૉલેજ કોલકાતામાંથી સ્નાતક થયા પછી તેણી ઑસ્ટ્રેલિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડેમીમાં અભિનયનો અભ્યાસ કરવા ઑસ્ટ્રેલિયા ગઈ હતી.
ફિલ્મો અને સીરિઝ સિવાય અનંગશા તેના સોશિયલ મીડિયા દ્વારા પણ છવાયેલી છે. અનંગશાના સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોનો ભંડાર જોવા મળે છે.
મિર્ઝાપુરમાં ભલે તે સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી પરંતુ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
કરિયરની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, અનંગશાએ સુધીર મિશ્રાની ખોયા ખોયા ચાંદમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
બાદમાં તેણે લવ શવ તે ચિકન ખુરાનામાં નાનકડો રોલ કર્યો હતો. તેની થિયેટર કારકિર્દી દરમિયાન અનંગશાએ નસીરુદ્દીન શાહ અને શેફાલી શાહ જેવા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
