રેપ આરોપમાં આલોકનાથ પર એફઆઈઆર નોંધાઈ
ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર આલોકનાથ વિરુદ્ધ ઓશિવારા પોલીસે રેપ આરોપમાં એફઆઈઆર નોંધી લીધી છે.
ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર આલોકનાથ વિરુદ્ધ ઓશિવારા પોલીસે રેપ આરોપમાં એફઆઈઆર નોંધી લીધી છે. મુંબઈ પોલીસ સીપી મનોજ શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે લેખક વિટા નંદાની ફરિયાદ પર એક્શન લેતા ઓશિવારા પોલીસે આલોકનાથ પર આઇપીસી ધારા 376 (રેપ) હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. આપને જણાવી દઈએ કે લેખક વિટા નંદાએ મી ટુ કેમ્પેઇન હેઠળ બોલિવૂડના સંસ્કારી એક્ટર તરીકે ઓળખાતા આલોકનાથ પર યૌનઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: આલોકનાથ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા અને મને જબરજસ્તી પકડી લીધી: હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર

આલોકનાથ વિરુદ્ધ રેપ આરોપમાં એફઆઈઆર
લેખક વિટા નંદાની ફરિયાદ પર કાર્યવાહી કરતા ઓશિવારા પોલીસે આલોકનાથ વિરુદ્ધ રેપ આરોપમાં એફઆઈઆર નોંધી લીધી છે. લેખક-નિર્માતા વિટા નંદા એ બોલિવૂડમાં ચાલી રહેલા મી ટુ કેમ્પેઇન હેઠળ પોતાની સ્ટોરી ફેસબૂક પર શેર કરી હતી. પોતાના ફેસબૂક પોસ્ટમાં યૌનશોષણનો ઉલ્લેખ કરતા વિટા નંદા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે અલોકનાથે તેમનો રેપ અને યૌનશોષણ કર્યું છે. તેમના આરોપો પછી બીજા પણ મહિલાઓને આલોકનાથ સામે બોલવાની હિમ્મત મળી.

ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો
પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.

દારૂ પીધા પછી અલોકનાથનું વ્યક્તિત્વ બિલકુલ બદલાઈ જતું
પરદેશ, કભી ખુશી કભી ગમ અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં આલોકનાથ સાથે કામ કરી ચુકેલી હિમાની શિવપુરીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જો તેમને આવું કર્યું છે તો તે ખુબ જ ખરાબ છે. તમે પોતાની તાકાતના દમ પર કોઈ મહિલાને મજબુર નહીં કરી શકો. આ મહિલાઓ માટે ખુબ જ મુશ્કિલ છે. હિમાની શિવપુરીએ આગળ જણાવ્યું કે આલોકનાથ દિવસમાં શૂટ કરતા સમયે ઠીક રહેતા હતા પરંતુ રાત્રે દારૂ પીધા પછી તેમનામાં બદલાવ આવી જતો હતો.

સંધ્યા મૃદુલ
એટલું જ નહીં પરંતુ સંધ્યા મૃદલ ઘ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આલોકનાથ દારૂના નશામાં તેના રૂમમાં ઘૂસી આવ્યા અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ સમયે MeToo કેમ્પેઇને ઘણા લોકોની કાળી કરતૂતો ખોલી નાખી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
