શોર્ટ ડ્રેસ અને હાઈ હિલ્સમાં બેબી ડોલ બનીને કેમેરા સામે આવી મલાઈકા અરોરા, જુઓ ફોટો
ફેન્સ સાથે સાથે બોલિવૂડ સ્ટાર પણ જેની ફેશનના દિવાના છે તેવી હસીના મલાઈકા અરોરા તેની ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે મલાઈકા અરોરાએ ફરીથી એક વખત પોતાની સ્ટાઈલથી ફેન્સના દિલ ધડકાવ્યા છે.
ફેશન સેન્સને લઈને તમામ લોકોની પસંદ મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. અહીં મલાઈકા અરોરાનો બેબી ડોલ લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. મલાઈકાનો આ સ્ટનિંગ લુક હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

મલાઈકા અરોરા અહીં એકદમ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન મલાઈકાએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. મલાઈકા અરોરા વન શોલ્ડર પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ સાથે હાઈ હિલ્સ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
મલાઈકાએ તેના લુક સાથે ગળામાં આકર્ષક હાર કેરી કર્યો હતો અને વાળને વાળ બાંધ્યા હતા.અહીં મલાઈકા મેકઅપ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મલાઈકા અરોરા બોલિવૂડની મોસ્ટ ફેશનેબલ અભિનેત્રીઓમાં સામેલ છે. તે જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે તેના લુકના ખુબ જ વખાણ થાય છે. હવે મલાઈકાનો આ લુક તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
મલાઈકા અરોરા પણ તેના ફેન્સને દિવાના બનાવવાનો કોઈ મોકો છોડતી નથી. એક તરફ અર્જુન કપૂર સાથે રોમેન્ટિક અંદાજ અને બીજી તરફ તેની ફેશન સેન્સને કારણે તે સતત ચર્ચામાં રહે છે. હવે તેનો આ લુક પણ ફેન્સનો પરસેવો છોડાવી રહ્યો છે.
અહીં મલાઈકા અરોરાએ દિલ ખોલીને કેમેરા સામે પોઝ આપ્યા હતા. હવે મલાઈકા અરોરાના આ લુક પર ફેન્સ કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે. મલાઈકા અરોરાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.












Click it and Unblock the Notifications
