મહેશ ભટ્ટ બૉલિવુડના ડૉન છે, ઘણી જિંદગીઓ બરબાદ કરી, મારી પાછળ પડ્યા છેઃ લુવીના લોધ
લુવીનાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જારી કરીને મહેશ ભટ્ટ સહિત ઘણી ફિલ્મી હસ્તીઓ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બૉલિવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટનુ નામ સુશાંત સિંહના મોત બાદથી ઘણીવાર વિવાદોમાં આવતુ રહ્યુ છે. હાલમાં જ તેમની એક સંબંધીઓ જ ડ્રગ્ઝ મામલે મહેશ ભટ્ટ પર મોટો આરોપ લગાવ્યો છે. આ સંબંધી બીજુ કોઈ નહિ પરંતુ મહેશ ભટ્ટના ભાણિયાની પત્ની અને અભિનેત્રી લુવીના લોધ છે. લુવીનાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જારી કરીને મહેશ ભટ્ટ સહિત ઘણી ફિલ્મી હસ્તીઓ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

લુવીનાને મહેશ ભટ્ટથી કેમ છે ખતરો
મહેશ ભટ્ટની સંબંધી લુવીના લોધે જ ફિલ્મ નિર્દેશક વિશે ઘણા સનસનીખેજ ખુલાસા કર્યા છે. લુવીના લોધે પોતાના વીડિયોમાં મહેશ ભટ્ટને બૉલિવુડના ડૉન ગણાવ્યા છે. લુવીના લોધે પોતાના વીડિયો સાથે પોસ્ટ કરેલ કેપ્શનમાં લખ્યુ, 'હું જાણુ છુ એ સત્ય, મને મહેશ ભટ્ટ અને પરિવાર દ્વારા હેરાન કરવામાં આવી રહી છે. કૃપા કરીને મારુ સમર્થન કરો.' સૌથી પહેલા સવાલ એ ઉભો થાય છે કે એવુ શું થયુ કે લુવીના લોધને મહેશ ભટ્ટથી ડર લાગી રહ્યો છે. આનો જવાબ ખુદ તેણે પોતાના વીડિયો સંદેશમાં આપ્યો છે. લુવીના કહે છે, 'નમસ્તે,મારુ નામ લુવીના લોધ છે અને હું આ વીડિયો મારી અને મારી ફેમિલીની સેફ્ટી માટે બનાવી રહી છુ.'

મહેશ ભટ્ટના ભાણિયાની પત્ની છે લુવીના લોધ
લુવીના લોધે આગળ કહ્યુ, 'મારા લગ્ન મહેશ ભટ્ટના ભાણિયા સુમિત સભરવાલ સાથે થયા હતા, મે તેમની સામે ડિવોર્સની અરજી આપી છે. કારણકે મને ખબર પડી ગઈ હતી કે તે ડ્રગ્ઝ સપ્લાઈ કરે છે, અભિનેત્રીઓને જેવી કે સપના પબ્બી અને અમાયરા દસ્તૂર વગેરેને. તેમના ફોનમાં પણ અલગ અલગ પ્રકારની યુવતીઓના ફોટા હોય છે જે એ ડાયરેક્ટર્સને બતાવે છે, સુમિત તેમના માટે છોકરીઓ પણ સપ્લાય કરે છે. આ બધી વાતોની જાણકારી મહેશ ભટ્ટને છે.'

ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો ડૉન મહેશ ભટ્ટ
લુવીનાએ કહ્યુ કે મહેશ ભટ્ટ સૌથી મોટો ડૉન છે ઈન્ડસ્ટ્રીનો, આ આખી સિસ્ટમ એ જ ઑપરેટ કરે છે. જો તેના બનાવેલા નિયમો પ્રમાણે ન ચાલો તો તે તમારુ જીવવુ હરામ કરી દે છે. તેણે કેટલા લોકોની જિંદગી બરબાદ કરી છે. ઘણા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને કમ્પોઝરને કામમાંથી કાઢી મૂક્યા. તેના એક ફોનથી લોકોનુ કામ ચાલે છે. જ્યારથી મે તેની સામે કેસ કર્યો છે ત્યારથી હાથ ધોઈને મારી પાછળ પડ્યો છે. મારા ઘરમાં ઘૂસવાની કોશિશ કરે છે. મને ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરી અને હું જ્યારે ફરિયાદ કરવા જઈ છુ ત્યારે પોલિસ ફરિયાદ નથી લખતી. લુવીનાએ તેની સાથે ભવિષ્યમાં થનારી કોઈ પણ ઘટના માટે મહેશ ભટ્ટને જવાબદાર ગણાવ્યા છે.
Truth as i know it. I m being harrased by Mahesh Bhatt & family. Pls support. pic.twitter.com/545IGBs35A
— Luviena Lodh (@LuvienaLodh) October 23, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
