આજે સાંજ સુધીમાં મહિલા આયોગ નાના પાટેકરને નોટિસ મોકલશે

તનુશ્રી દત્તા સાથે યૌન શોષણ મામલે નાના પાટેકરની મુસીબત વધી ચુકી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં મહારાષ્ટ્ર મહિલા આયોગ નાના પાટેકરને નોટિસ મોકલી શકે છે.

તનુશ્રી દત્તા સાથે યૌન શોષણ મામલે નાના પાટેકરની મુસીબત વધી ચુકી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં મહારાષ્ટ્ર મહિલા આયોગ નાના પાટેકરને નોટિસ મોકલી શકે છે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી, જેને કારણે આજે સાંજ સુધીમાં મહિલા આયોગ નાના પાટેકરને નોટિસ મોકલી શકે છે. આ આખા વિવાદ પર નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને જે પણ કહેવું હતું તે તેઓ 10 વર્ષ પહેલા કહી ચુક્યા છે.

આ પણ વાંચો: નાના પાટેકરે તોડ્યુ મૌન, 10 વર્ષ પહેલા કહી આટલી મોટી વાત, ચોંકી જશો

નાના પાટેકરે સફાઈ આપી

નાના પાટેકરે સફાઈ આપી

જયારે આ મામલે નાના પાટેકરે પણ કાનૂની રસ્તો અપનાવ્યો છે. નાના પાટેકરે સોમવારે પત્રકારો સાથે વાત દરમિયાન જણાવ્યું કે તેમના વકીલે મીડિયા સાથે વાત કરવાની ના પાડી છે. તેમને કહ્યું કે 10 વર્ષ પહેલા જે તેમને કહ્યું હતું કે આજે પણ સત્ય છે, મારે જે કહેવું હતું તે મેં 10 વર્ષ પહેલા કહી દીધું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ મામલે નાના પાટેકરે પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કહી હતી પરંતુ અંતે તેમને આખી પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખી.

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

તનુશ્રી દત્તાએ જણાવ્યુ કે ફિલ્મ 'Horn Ok Pleassss' ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. નાના પાટેકર તેનો હાથ પકડીને તેને ખેંચવા લાગતા હતા અને તેને ડાંસ શીખવાડવા લાગતા હતા. તનુશ્રીએ જણાવ્યુ કે નાના પાટેકરે મેકર્સ પાસે ગીતમાં એક ઈન્ટીમેટ સ્ટેપની પણ માંગ કરી હતી. તનુશ્રીના જણાવ્યા અનુસાર ગીતના કોન્ટ્રાક્ટમાં આવો કોઈ સીન હતો નહિ. તેણે એ પણ કહ્યુ કે પાટેકરે રાજકીય પક્ષ એમએનએસના કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી તેને ડરાવી હતી.

નાના પાટેકરે પણ નોટિસ મોકલી

નાના પાટેકરે પણ નોટિસ મોકલી

જ્યાં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ખુબ જ સંગીન આરોપ લગાવ્યા છે. ત્યાં જ નાના પાટેકરે આ બધા જ આરોપોનું ખંડન કર્યું છે. નાના પાટેકરે આ મામલે તનુશ્રી દત્તાને ખોટી ગણાવીને તેને નોટિસ મોકલી છે. એટલું જ નહીં પરંતુ વિવેક અગ્નિહોત્રી તરફથી પણ તનુશ્રી દત્તાને નોટિસ આપવામાં આવી છે.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X