Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મધુબાલાની 96 વર્ષીય બહેનને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા, પૈસા આપ્યા વિના મોકલી દીધા ભારત, સામે આવી દર્દભરી કહાની

માત્ર 36 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનારી મધુબાલાના પરિવાર વિશે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મુંબઈઃ એક જમાનાની સૌથી હસીન અભિનેત્રી મુધબાલાનુ નામ લેતા જ આંખો સામે એક ખૂબ જ સુંદર અને ચંચલ હસીના ચહેરો આવી જાય છે. પોતાના અભિનય અને સુંદરતાા દમ પર કરોડો લોકોના દિલ પર રાજ કરનાર મધુબાલા પોતાના અંગત જીવનમાં ઘણી કષ્ટોમાંથી પસાર થઈ હતી. પોતાના 11 ભાઈ-બહેનોમાં 5માં નંબરની દીકરી મધુબાલાને આર્થિક તંગીના કારણે બહુ નાની ઉંમરમાં કામ કરવુ પડ્યુ હતુ. માત્ર 36 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનારી મધુબાલાના પરિવાર વિશે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મધુબાલાની 96 વર્ષીય બહેનને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા

મધુબાલાની 96 વર્ષીય બહેનને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા

વાસ્તવમાં મધુબાલાની મોટી બહેન કનીજ બલસારા, જેમની ઉંમર હાલમાં 96 વર્ષ છે, તેમને વહુ સમીનાએ ઘરમાંથી બહાર કાઢી દીધા છે. એટલુ જ નહિ તેમને પૈસા એને કપડા વિના ઑકલેન્ડથી એકલા મુંબઈ મોકલી દીધા. તેણે 29 જાન્યુઆરીએ માનસિક ત્રાસ આપીને કનીજને મુંબઈ જતી ફ્લાઈટમાં રાતે 8 વાગે બેસાડી દીધા. હાલત એ હતી કે કનીજ જ્યારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમની પાસે આરટી-પીસીઆર કરવવા માટે પણ પૈસા નહોતા અને પછી જ્યારે એરપોર્ટ ઑથોરિટીએ કનીજની દીકરીને ફોન કર્યો ત્યારે આ કડવુ સત્ય સામે આવ્યુ.

વહુ સમીનાએ દીકરી પરવીજને પણ કંઈ ન જણાવ્યુ

વહુ સમીનાએ દીકરી પરવીજને પણ કંઈ ન જણાવ્યુ

સમીનાએ કનીજ વિશે તેમની દીકરી પરવીઝને પણ કંઈ જણાવ્યુ નહોતુ. એરપોર્ટથી ફોન આવ્યા બાદ પરવીજે તરત પૈસા મોકલાવ્યા અને પોતાની માને પોતાના ઘરે લઈ આવી. આ વિશે તેણે ઈટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યો છે અને તેમાં તેણે પોતાની માની દર્દભરી કહાની વર્ણવી છે.

'મારી મા, મારા ભાઈ ફારુકને ખૂબ પ્રેમ કરતી હતી'

'મારી મા, મારા ભાઈ ફારુકને ખૂબ પ્રેમ કરતી હતી'

તેણે કહ્યુ, મારી મા, મારા ભાઈ ફારુકને ખૂબ પ્રેમ કરતી હતી, તે ન્યૂઝીલેન્ડમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તે ત્યાંના કરેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને સારા એવા પૈસા કમાતા હતા. મારા મમ્મી-પપ્પા 17 વર્ષ પહેલા ફારુક પાસે ન્યૂઝીલેન્ડ જતા રહ્યા હતા. મારી મા વર્ષમાં એક વાર ભારતમાં જરુરથી આવતી હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તેઓ ભારત આવ્યા નથી. મારા ભાઈ તો મારા મમ્પી-પપ્પાને બહુ પ્રેમ કરતા હતા પરંતુ સમીને તેમને પસંદ નહોતી કરતી. માએ અમને જણાવ્યુ હતુ કે તે ક્યારેય તેમના માટે જમવાનુ નહોતુ બનાવતી. ફારુક પોતાના ઘર પાસેની હોટલમાંથી તેમના માટે જમવાનુ લઈને આવતા હતા.

'હું એને કબરમાં નાખીને આવી છુ'

'હું એને કબરમાં નાખીને આવી છુ'

8 જાન્યુઆરીએ મારા ભાઈ ફારુકે દુનિયાને અલવિદા કહી દીધુ અને ત્યારબાદ સમીનાનો અત્યાચાર ચરમ સીમા પર આવી ગયો છે. હજુ મારા ભાઈને એક મહિનો પણ નથી થયો અને તેણે મારી માને બેઘર કરી દીધી છે. તેણે તેમના બધા ઘરેણા અને પૈસા પણ રાખી લીધા છે. પરવીજે કહ્યુ કે મે જ્યારે મારી માની હાલત જોઈ ત્યારે તે ખૂબ જ વધુ ખરાબ હતી, તેમણે કહ્યુ કે, 'મારો દીકરો ફારુક મરી ગયો, હું એને કબરમાં મૂકીને આવી છુ, હું ખૂબ જ ભૂખી છુ, શું મને જમવાનુ મળશે?' એટલુ જ નહિ મધુબાલા અને કનીજની નાની બહેર મધુર ભૂષણે પણ ઈટાઈમ્સને જણાવ્યુ કે, 'હું શબ્દોથી પરે હેરાન છુ કે મારી બહેન સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે, આવુ વર્તન તો કોઈ જાનવર સાથે પણ નથી કરતુ.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X