Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LFW2018: રેમ્પ પર છવાઇ કેટની બહેન-કરણનો રોકસ્ટાર લૂક

લેકમે ફેશન વિક 2018ઃ કરણ જોહરનો રોકસ્ટર ગ્રે લૂકશાહિદ-મીરા કપૂરનું રોયલ રેમ્પ વોક, ઇઝાબેલ કૈફનું ક્લાસી ડેબ્યૂઆ અંગે વધુ વાંચો અહીં...

'પદ્માવત' ફિલ્મ આખરે રિલીઝ થઇ ચૂકી છે અને શાહિદ કપૂર રિલેક્સ થઇ ગયા છે. લેકમે ફેશન વિકની શરૂઆતમાં શાહિદ કપૂર પત્ની મીરા સાથે રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા. તેમણે ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે માટે રેમ્પ વોક કર્યું હતું. શાહિદ અને મીરાના આ રેમ્પ વોકની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. આ સિવાય પણ અનેક એક્ટ્રેસિસે લેકમે ફેશન વિકના રેમ્પ પર પોતાનો જલવો બતાવ્યો હતો.

શાહિદ-મીરા

શાહિદ-મીરા

શાહિદ કપૂર વ્હાઇટ શેરવાની સૂટમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો, મીરાએ પણ વ્હાઇટ લહેંગા ચોલી પહેર્યા હતા. લહેંગા પર મોટિફ પ્રિન્ટ હતી. આ આઉટફિટ સાથે તેણે મેચિંગ જ્વેલરી અને ફ્લોરલ હેર એક્સેસરિઝ પહેરી હતી.

કલ્કી કોચલિન

કલ્કી કોચલિન

લેકમે ફેશન વિકના બીજા દિવસે એક્ટ્રેસ કલ્કી કોચલિને રેમ્પ વોક કર્યું હતું. આ દિવસે તેણે જેડના અમોહ કલેક્શન માટે રેમ્પ વોક કર્યું હતું. તેણે સુંદર ઓફ વ્હાઇટ આઉટફિટ પહેર્યું હતું. કલ્કી બહુ ઓછીવાર ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે અને હંમેશા ખૂબ સુંદર લાગે છે. આ શો સ્ટોપર આઉટફિટમાં પણ તે ખૂબ સુંદર લાગી રહી હતી.

ઇઝાબેલ કૈફ

ઇઝાબેલ કૈફ

આ વર્ષના લેકમે ફેશન વિકમાં કેટરિનાની બહેન ઇઝાબેલ કૈફ પણ જોવા મળી હતી. તેણે અનિતા ડોંગરે માટે રેમ્પ વોક કરી ડેબ્યૂ કર્યું હતું. બ્લૂ સ્લિવલેસ ડ્રેસમાં તે ક્લાસી લાગી રહી હતી, ડ્રેસ પર વ્હાઇટ એમ્બ્રોઇડરી હતી અને યૂરોપીયન સ્ટાયલનો ફ્લો હતો. આ લૂક તેણે આઇવરી રંગની હીલ્સ સાથે પૂર્ણ કર્યો હતો.

તાપસી પન્નુ

તાપસી પન્નુ

એક્ટ્રેસ તાપસી પન્નુએ ડિઝાઇનર રિતુ કુમાર માટે સેલિબ્રિટી શો સ્ટોપર તરીકે રેમ્પ વોક કર્યું હતું. તેણે કાળા રંગનો બોહેમિયન આઉટફિટ પહેર્યો હતો. બ્લેક પ્રિન્ટેડ લેસ ટોપ અને બ્લેક શોર્ટ્સ સાથે તેણે બ્લેક બૂટ્સ પહેર્યા હતા. તાપસી દરેક પ્રકારનો લૂક ખૂબ સરળતાથી કેરી કરી શકે છે અને આ લૂકમાં તે ખૂબ સુંદર અને હોટ લાગી રહી હતી.

કરણ જોહર

કરણ જોહર

ફિલ્મમેકર કરણ જોહર ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર ઉપરાંત ડિઝાઇનર પણ છે, તે ઘણીવાર પોતાની ફિલ્મોમાં આઉટફિટ ડિઝાઇનિંગમાં કોન્ટ્રિબ્યૂટ કરી ચૂક્યાં છે, તેઓ પોતાના આઉટફિટ પણ ડિઝાઇન કરે છે અને તેમના લૂક્સ ચર્ચાનું કેન્દ્ર બને છે. જો કે, આ વખતના પોતાના ફેશન વિકના લૂકથી તેમણે સૌને ચોંકાવી દીધા હતા. તેમનો આ ગ્રે રોકસ્ટાર લૂક ઘણાને પસંદ પડ્યો છે. સિલ્વર અને બ્લેક શિમરી ગ્લિટરી સૂટમાં તેમણે રેમ્પ વોક કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X