Kriti Sanon : યુકેના બિઝનેસમેનને ડેટ કરી રહી છે કૃતિ સેનન? ફોટો વાયરલ થયા
અભિનેત્રી કૃતિ સેનન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. સાઉથ સ્ટાર પ્રભાસ સાથે અફેરની ચર્ચાઓ બાદ હવે તેનું નામ બ્રિટનના એક અમીર બિઝનેસમેન સાથે જોડાયુ છે.
એક્ટ્રેસ કૃતિ સેનન આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, એક બિઝનેસમેન સાથે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે છે.

બી-ટાઉનની તે સુંદરીઓમાં કૃતિ સેનનનું નામ સામેલ છે. જે તેની ફિલ્મોની સાથે તેના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે. જો કે, આ દિવસોમાં અભિનેત્રી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળી છે.
કૃતી સેનનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી કરોડપતિ બિઝનેસમેન સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃતિ યુકે સ્થિત બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે. અભિનેત્રીએ 27મી જુલાઈએ ગ્રીસમાં કબીર બહિયા સાથે પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કૃતિ પછી કબીરે તે જગ્યાના ફોટા શેર કર્યા જ્યાં કૃતિએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ તસવીરો જોયા બાદ હવે દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંનેનું અફેર છે.
હવે જો તમારા મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે આ કબીર બહિયા કોણ છે તો અમે તમને જણાવી દઈએ કે તે યુકેના એક ધનિક બિઝનેસમેન છે. તેમના પિતા કુલજિન્દર બહિયા સાઉથોલ ટ્રાવેલના સ્થાપક છે.
કબીરના પરિવારની ગણતરી લંડનના સૌથી ધનિક પરિવારોમાં થાય છે. તેમની કુલ સંપત્તિ સાડા ત્રણ હજાર કરોડની આસપાસ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનન છેલ્લે ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં જોવા મળી હતી. જેમાં તે રોબોટ બની હતી.












Click it and Unblock the Notifications
