જાણો કેટલી સંપત્તિની માલિક છે એકતા કપૂર, 'સૈનિકોની પત્નીઓની છબી બગાડવા' પર મળી રેપની ધમકી

આવો જાણીએ કે હંમેશા વિવાદોમાં રહેતી એકતા કપૂર કેટલી સંપત્તિની માલિક છે.

ટીવી ક્વીનના નામથી જાણીતી એકતા કપૂરને વિવાદો સાથે જૂનો સંબંધ છે. લેટેસ્ટ વિવાદ ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર વેબ સીરિઝ ટ્રિપલ એક્સ-2નો એક એપિસોડ વિશે છે. આ એપિસોડના એક સીનમાં એક સૈનિકની પત્નીને પોતાના પતિની ગેરહાજરીમાં બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવતી દર્શાવવામાં આવી છે. વિવાદ એટલો વધી ગયો કે એકતા કપૂર સામે પોલિસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે જ્યારે વિવાદ વધવા લાગ્યો તો એકતા કપૂરે એ એપિસોડમાંથી વિવાદિત સીન હટાવી દીધો. આવો જાણીએ કે હંમેશા વિવાદોમાં રહેતી એકતા કપૂર કેટલી સંપત્તિની માલિક છે.

આટલા કરોડની માલિક છે એકતા કપૂર

આટલા કરોડની માલિક છે એકતા કપૂર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર માત્ર 17 વર્ષની ઉંમરથી પોતાના કરિયયરની શરૂઆત કરનાર એકતા કપૂર 91 કરોડની સંપત્તિની માલિક છે. એકતા કપૂર ટેલીવિઝન, ફિલ્મો અને પર્સનલ ઈન્વેસ્ટમેન્ટથી પોતાની કમાણી કરે છે. એકતા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ વ્યક્તિઓમાંની એક છે જે સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. એકતા કપૂર મુંબઈમાં લગભગ 7 કરોડ રૂપિયાના એક આલીશાન ઘરમાં રહે છે જેને તેણે વર્ષ 2012માં ખરીદ્યુ હતુ.

એકતા કપૂર પાસે છે આ કારો

એકતા કપૂર પાસે છે આ કારો

એકતા કપૂરને કારોનો શોખ છે અને તેની પાસે દુનિયાની શ્રેષ્ઠ બ્રાંડ્ઝની લક્ઝરી કારોનુ પણ કલેક્શન છે. એકતા કપૂર પાસે ફૉર્ડ, મર્સિડીઝ બેંઝ, ઑડી અને બીએમડબ્લ્યુ જેવી કારો છે. આમાંથી દરેકની કિંમત 1.2 કરોડ રૂપિયાથી લઈને 2 કરોડ વચ્ચે છે. આ ઉપરાંત એકતા કપૂરે લગભગ 45 કરોડ રૂપિયાના્ પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ પણ કરેલા છે.

જાણો કોણ છે એકતા કપૂર

જાણો કોણ છે એકતા કપૂર

તમને જણાવી દઈએ કે એકતા કપૂર જાણીતા ફિલ્મ અભિનેતા જિતેન્દ્રની દીકરી છે. એકતા કપૂર વિશે કહેવાય છે કે તે દર્શકો નાડને સમજે છે અને આ જ કારણ છે કે તેને ટીવી ક્વીનાના નામથી ઓળખવામાં આવે છે. ટેલીવિઝન અને બૉલિવુડમાં ઘણીવાર સ્ટાર્સનો ઉલ્લેખ થાય છે પરંતુ એકતા કપૂર એ વ્યક્તિ છે જેનો ઉલ્લેખ એવા પ્રોડ્યુસર તરીકે થાય છે જેણે ટેલીવિઝન અને બૉલિવુડની દુનિયાને એક નવી ઉંચાઈ આપી છે. એકતા કપૂર બૉલિવુ઼ડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાં ગણાતા બાલાજી ટેલી ફિલ્મ્સ લિમિટડેડની જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટીવ ડિરેક્ટર છે. એકતા કપૂરે હજુ સુધી લગ્ન નથી કર્યા અને તે સરોગસી દ્વારા એક બાળકની માતા છે.

હાલમાં આ વિવાદમાં ઘેરાઈ છે એકતા કપૂર

હાલમાં આ વિવાદમાં ઘેરાઈ છે એકતા કપૂર

હાલમાં જે વિવાદ છે, તે એકતા કપૂરની ચર્ચિત વેબ સીરિઝ ટ્રિપલ એક્સના સેકન્ડ વર્ઝન સાથે જોડાયેલો છે. આ સીરિથમાં એક મહિલા, જે એક સૈનિકની પત્ની છે, પોતાના પતિની ગેરહાજરીમાં એક બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે. ત્યારબાદ એ વ્યક્તિના લગ્ન એ જ મહિલાની દીકરી સાથે થાય છે અને મહિલા તે બાદ પણ સંબંધ બનાવવાનુ ચાલુ રાખે છે. આ મામલે ભારે હોબાળો થઈ ચૂક્યો છે અને એકતા કપૂર સામે પોલિસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી ચૂકી છે. જો કે વિવાદ વધતો જોઈ એકતા કપૂરે એ વિવાદિત સીનને પોતાની સીરિઝમાંથી હટાવી દીધો છે.

કૉન્ટ્રાક્ટમાં ન્યૂડિટી ક્લૉઝ પર પણ થયો હતો વિવાદ

કૉન્ટ્રાક્ટમાં ન્યૂડિટી ક્લૉઝ પર પણ થયો હતો વિવાદ

એકતા કપૂરે ઑલ્ટ બાલાજી પર ટ્રિપલ એક્સ સીરિઝની શરૂઆત વર્ષ 2018માં કરી હતી. એ દરમિયાન તેણે પોતાના કૉન્ટ્રાક્ટમાં ન્યૂડિટી ક્લૉઝને શામેલ કર્યુ, જેથી કોઈ પણ કલાકાર જે તેની સીરિઝમાં કામ કરી રહ્યો છે, સ્ક્રિપ્ટમાં રહેલ કોઈ પ્રકારના ઈન્ટીમેટ સીન કે એવા ડાયલૉગ પર વાંધો ન ઉઠાવી શકે. આ કૉન્ટ્રાક્ટ એ વખતે ઘણો ચર્ચામાં રહ્યો. એકતા કપૂરના આ કૉન્ટ્રાક્ટ પર આજ સુધી વિવાદ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X