આ સ્ટાર કિડ્સને ડેટ કરી રહી છે ખુશી કપૂર, કોફી વિથ કરણમાં થયો ખુલાસો
ખુશી કપૂરે હાલમાં જ ધ આર્ચીજથી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યુ છે. ખુશી કપૂર તેની ફિલ્મ સિવાય તેવી અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલ તે તેના અફેરને લઈને ચર્ચામાં છે.
હાલમાં જ ખુશી કપૂર તેની બહેન જ્હાનવી કપૂર સાથે કોફી વિથ કરણમાં પહોંચી હતી. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર આ એપિસોડનો નવો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં ખુશી કપૂર તેની ડેટિંગની અફવાઓ વિશે વાત કરતી જોવા મળે છે.

પ્રોમોમાં ખુશી કહી રહી છે કે, મને આ અંગે વિશ્વાસ છે. આ પછી કરણ કહે છે કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તું વેદાંગ રૈનાને ડેટ કરી રહી છે? આ સવાલના જવાબમાં ખુશી કહે છે કે શું તમે ઓમ શાંતિ ઓમનો તે સીન જાણો છો, જ્યાં લોકો કહે છે કે ઓમ અને હું માત્ર સારા મિત્રો હતા'? ખુશીના આ જવાબથી કરણ અને જ્હાન્વી ચોકી રહ્યા છે.
ધ આર્ચીઝની રિલીઝ બાદ ચર્ચા છે કે ખુશી કપૂર તેના કો-સ્ટાર વેદાંગ રૈનાને ડેટ કરી રહી છે. ફિલ્મમાં ખુશીએ બેટ્ટીનો રોલ કર્યો હતો અને વેદાંગે રેગીનો રોલ કર્યો હતો. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા, ત્યારપછી તેમની ડેટિંગની અફવાઓ ઉડવા લાગી.
વેદાંગ ખુશી કપૂરના જન્મદિવસે પણ જોવા મળ્યો હતો. ઓરીએ ખુશીના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખુશી તેની બહેન જ્હાન્વી કપૂર અને બોયફ્રેન્ડ શિખર પહાડિયા, ઓરી અને વેદાંગ રૈના સાથે હતા.
એપિસોડનો પ્રોમો શેર કરતા કરણે જોહરે કેપ્શનમાં લખ્યું કે, અમે કપૂર બહેનો સાથે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ. કોફી વિથ કરણ સીઝન 8ના લેટેસ્ટ એપિસોડમાં બહેનની જોડી - જ્હાન્વી કપુર અને ખુશી કપૂરને પહેલીવાર પહેલીવાર એક સાથે જુઓ.












Click it and Unblock the Notifications
