Happy Birthday SRK! અલીબાગમાં થયું શાનદાર સેલિબ્રેશન!!
કિંગ ખાનના બર્થ ડેનું શાનદાર સેલિબ્રેશન. કરણ, આલિયા, દીપિકા રહ્યા હાજર. તેમના સેલિબ્રેશનના કેટલાક ફોટો જુઓ અહીં.
2 નવેમ્બર, 2017, શાહરૂખ ખાનનો 52 જન્મદિવસ છે. બોલિવૂડ વર્લ્ડમાં આ દિવસની તૈયારી એક દિવસ પહેલાં જ શરૂ થઇ ગઇ હતી અને કેમ નહીં? બોલિવૂડના કિંગ ખાનનો બર્થ ડે હોય તો સેલિબ્રેશન પણ ધમાકેદાર થવું જ જોઇએ. શાહરૂખ ખાનની બર્થ ડેના આગલા દિવસે જ ગૌરી ખાન, સુહાના ખાન, કરણ જોહર, શ્વેતા બચ્ચન, ફરાહ ખાન, સુઝાન ખાન, દીપિકા પાદુકોણ વગેરે સેલિબ્રિટીઝ એક પછી એક અલીબાગ માટે નીકળતા સ્પોટ થયા હતા અને અલીબાગની કેટલીક તસવીરો તો સ્ટાર્સે પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે.

મને ઓળખો
આ તસવીર ક્લિક કરી છે, શાહરૂખની ક્વીન ગૌરી ખાને. તેણે જ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને સાથે લખ્યું હતું કે, 'આ તસવીરમાં કોણ કોણ છે ઓળખી બતાવો.' શું તમે આ તસવીરમાં શાહરૂખ ખાનને સ્પોટ કરી શકો છો?

આલિયા, કેટરિના અને....
આલિયા ભટ્ટ અને કેટરિના કૈફની આ તસવીર કરણ જોહરે શેર કરી હતી, જેમાં પાછળ સોફા પર ક્યૂટ અબરામ ખાન પણ જોવા મળે છે. આલિયા અને કેટરિના ખૂબ સારા મિત્રો છે. થોડા સમય પહેલાં જ આ બંનેના સાથે વર્કઆઉટ કરતા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા

એપિક ક્લિક
શાહરૂખ ખાનની બર્થ ડે પાર્ટીમાં જાણે સિતારાઓનો મેળાવડો જામ્યો છે. શાહરૂખના બર્થ ડે સેલિબ્રેશન માટે ગૌરી ખાન અને કરણ જોહર ઉપરાંત, ફરાહ ખાન, કેટરિના કૈફ, અલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ એક દિવસ પહેલા અલીબાગ પહોંચી ગયા હતા.

ફરાહ ખાન અને કરણ જોહર
આ તસવીરમાં શાહરૂખ ખાન ફરાહ ખાન અને કરણ જોહરની તસવીર લેતા નજરે પડે છે. શાહરૂખની ફોટો પાડતી આ તસવીર આલિયા ભટ્ટે લીધી હતી, જે ફરાહ ખાને પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી.

કરણ જોહર
અહીં શાહરૂખ ખાન કરણ જોહરની તસવીર લેતા નજરે પડે છે. કરણ જોહરે આ તસવીર શેર કરતાં લખ્યું હતું કે, જ્યારે શાહરૂખની જગ્યાએ મેં પોઝ આપ્યો. તમારી જાણકારી માટે, શાહરૂખ ખાન કોઇ પણ ફોટોગ્રાફરનો બિઝનેસ ચોપટ કરી શકે છે.

સુહાના ખાન
છેલ્લા થોડા દિવસોથી શાહરૂખની દિકરી સુહાના ખાન ખૂબ સ્ટાયલિશ અંદાજમાં જોવા મળી રહી છે. શાહરૂખની બર્થ ડે માટે અલીબાગ પહોંચેલ સુહાના ખાન, સુઝાન ખાન અને ચંકી પાડેની પુત્રી તથા ભત્રીજીનો આ ફોટો ખૂબ સુંદર છે.

આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ
જી હા, શાહરૂખ ખાનના ફાઇનલ સેલિબ્રેશનમાં રાત્રે દીપિકા પાદુકોણ પણ જોવા મળી હતી. આ સુંદર ફોટો પણ કરણ જોહરે જ શેર કર્યો છે. કેટરિના અને દીપિકા બંનેને એક જગ્યાએ ભેગા કરવાનું કામ તો આજની તારીખમાં શાહરૂખ ખાન જ કરી શકે એમ છે.












Click it and Unblock the Notifications
