'દિલ લે ગઈ લે ગઈ' પર કરિશ્મા કપૂરનો ડાંસ જોઈ લોકોએ કહ્યુ - 25 વર્ષ પછી પણ એવો જ મસ્ત ડાંસ કરે છે
હાલમાં કરિશ્મા કપૂરનો એક ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના ગીત 'દિલ લે ગઈ લે ગઈ' પર મસ્ત ડાંસ કરી રહી છે.
Karisma Kapoor Video: બૉલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર ભલે ફિલ્મોમાં કામ ન કરતી હોય પરંતુ લોકો આજે પણ તેની સુંદરતા અને અદાઓના દીવાના છે. કરિશ્માએ થોડા સમય પહેલા એક વેબસીરિઝમાં કામ કર્યુ હતુ. જેમાં તેના અભિનય અને કાતિલ અદાઓની ખૂબ પ્રશંસા થઈ હતી. કરિશ્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે અને પાપારાઝીને મન મૂકીને પોઝ આપે છે. હાલમાં કરિશ્મા કપૂરનો એક ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના ગીત 'દિલ લે ગઈ લે ગઈ' પર મસ્ત ડાંસ કરી રહી છે.

કરિશ્મા કપૂરે કર્યો મસ્ત ડાંસ
બૉલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે 80-90ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમાંથી એક ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' હતી. તેનુ ગીત છે 'દિલ લે ગયી લે ગયી'. આજે પણ આ ગીત સાંભળતા જ લોકો નાચવા લાગે છે. હાલમાં જ કરિશ્મા કપૂર ફરી આ ગીત પર ડાંસ કરતી જોવા મળી હતી. કરિશ્મા કપૂર તેના કેટલાક ખાસ મિત્રો સાથે આ ગીત પર જોરદાર ડાંસ કરતી જોવા મળી હતી. કરિશ્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
'દિલ લે ગઈ લે ગઈ' ગીત પર ઝૂમી કરિશ્મા
કરિશ્મા કપૂરે લગ્નની પાર્ટીમાં હાજરી આપી હતી. આ વીડિયો તે જ લગ્નની પાર્ટીમાંથી વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કરિશ્મા કપૂરે બ્લેક આઉટફિટ પહેર્યુ છે. સાથે જ પાર્ટીમાં 'દિલ લે ગઈ લે ગઈ' ગીત વાગી રહ્યુ છે. આ સાથે કરિશ્મા આ ગીત પણ ગાય છે. આ દરમિયાન તેના એક્સપ્રેશન જોવા લાયક છે. તેની સાથે તેના કેટલાક મિત્રો પણ જોવા મળે છે, જેઓ બ્રાઈડ ટુ બીના ફંક્શનમાં હાજર છે.

લોકોએ કરી આવી કમેન્ટ્સ
કરિશ્મા કપૂર તેના મિત્રો સાથે આ ગીત પર જોરદાર ડાંસ કરતી જોવા મળી રહી છે. બધા મસ્તીના મૂડમાં જોવા મળે છે. કરિશ્મા કપૂરના આ વાયરલ વીડિયો પર લોકોએ જોરદાર કોમેન્ટ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે- કરિશ્માને જોઈને એવુ લાગતુ નથી કે તે હવે ફિલ્મોમાં જોવા નથી મળતી. તે હજુ પણ ખૂબ જ સુંદર છે. વળી, અન્ય એક યુઝરે લખ્યુ - એવુ નથી લાગતુ કે આ ફિલ્મને રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે... કરિશ્મા આજે પણ એવો જ ડાંસ કરી રહી છે.

1991માં કર્યુ હતુ ડેબ્યુ
તમને જણાવી દઈએ કે બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રણધીર કપૂર અને અભિનેત્રી બબીતા કપૂરની મોટી પુત્રી છે. કરિશ્મા કપૂરે વર્ષ 1991માં ફિલ્મ 'પ્રેમ કેદી'થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. તે કપૂર પરિવારમાંથી આ ઈન્ડસ્ટ્રીમાં આવનારી પહેલી મહિલા છે અને તે પોતાના સમયની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી બની છે. કરિશ્મા કપૂરે મોટા પડદા પર વિવિધ પ્રકારના પાત્રો ભજવીને દર્શકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યુ છે. લોકો તેની એક્ટિંગના જોરદાર વખાણ કરતા હતા.

'દિલ તો પાગલ હે' ફિલ્મે પૂરા કર્યા 25 વર્ષ
ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' કરિશ્મા કપૂરની સૌથી મોટી હિટ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમના સિવાય માધુરી દીક્ષિત અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મના નિર્દેશક યશ જોહર હતા. વર્ષ 1997માં રિલીઝ થયેલી તેની ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે હવે 25 વર્ષ પૂરા કર્યા છે, જેની સિલ્વર જ્યુબિલી પર કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા પર લખ્યુ છે - યાદો જે કાયમ રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
