kareena Kapoor Bikini : પતિ સૈફ સાથે બિકીનીમાં વેકેશનનો આનંદ લેતી જોવા મળી કરીના કપૂર, જુઓ ફોટો
kareena Kapoor Bikini : હાલમાં જ સિંઘમ અગેનમાં જોવા મળેલી કરીના કપૂર ફિલ્મ હીટ થતા જ માલદીવ વેકેશન પર પહોંચી ગઈ છે. અહીં કરીના બોલ્ડ અંદાજમાં ચીલ કરતી જોવા મળી.
હાલમાં જ કરીનાએ તેના વેકેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં કરીના બિકીની પહેરીને બિંદાસ્ત અંદાજમાં ચીલ કરતી જોવા મળી રહી છે.

કરીના કપૂર હાલ માલદીવમાં છે અને અહીંથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોએ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
કરીના કપૂરની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં જોઈ શકાય છે કે કરીના કપૂર ખાન બોલ્ડ બિકીની લુકમાં જોવા મળી રહી છે. પ્રથમ તસવીરમાં કરીના કપૂર પીળા રંગના ટુ-પીસ આઉટફિટમાં સેલ્ફી લેતી જોવા મળે છે.
બીજી તસવીરમાં તે બોટ પર બેઠેલી અને નો મેકઅપમાં પોઝ આપતી જોવા મળે છે. ત્રીજી તસવીર હેન્ડસમ હંક સૈફ અલી ખાનની છે. ચોથી તસવીર કરીના કપૂરની મિરર સેલ્ફી છે. અન્ય તસવીરોમાં કરીના કપૂર 44 વર્ષની ઉંમરે બોલ્ડ લુક આપતી જોવા મળી રહી છે.
કરીના કપૂરની આ તસવીરો જોઈને તેના ફેન્સ સાથે સાથે તેની નણંદે પણ કમેન્ટ કરી છે. કરીના કપૂરની નણંદ સબા પટૌડીએ ફાયર અને હાર્ટ ઇમોજીસ બનાવીને કરીનાના વખાણ કર્યા છે.
જણાવી દઈએ કે, કરીના કપૂર હાલમાં જ તેની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર રીતે સફળ રહી છે. ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે.












Click it and Unblock the Notifications
