Kapil Sharma Net Worth: પિતાના નિધન બાદ નાની ઉંમરે કરી PCOમાં નોકરી, આજે છે 300 કરોડનો માલિક

Kapil Sharma Net Worth: ફેમસ કૉમેડિયન કપિલ શર્મા આજે એટલે કે 2 એપ્રિલે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંજાબના અમૃતસરના એક નાના ગામમાં રહેતો કપિલ શર્મા લાખો ચાહકોનો ફેવરિટ સ્ટાર બની ગયો છે. કપિલ શર્માએ પોતાના કરિયરની શરૂઆત 500 રૂપિયાથી કરી હતી. આ સિવાય તેણે પીસીઓમાં પણ કામ કર્યું છે.

કપિલ શર્માના પિતા જીતેન્દ્ર કુમાર અમૃતસરમાં પોલીસ હેડ કૉન્સ્ટેબલ હતા. તેમનો આખો પરિવાર લાઈમલાઈટથી ઘણો દૂર રહે છે. હાસ્ય કલાકાર કપિલ શર્માનું બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યુ હતું. નાની ઉંમરે તેના પિતાનું અવસાન થયું. કપિલ હંમેશા મિમિક્રી અને કોમેડીનો શોખીન હતો. પરંતુ ઘરના ખર્ચને પહોંચી વળવા કપિલ પીસીઓમાં કામ કરતો હતો જ્યાં તેને 500 રૂપિયાનો પગાર મળતો હતો.

Kapil Sharma

જોકે, કપિલ શર્માએ પોતાનુ કોમેડીનું સપનું પૂરું કરવા મુંબઈ આવવાની યોજના બનાવી હતી. શરૂઆતના દિવસોમાં તેને કામ ન મળ્યું જેના કારણે તેને ઘરે પરત ફરવું પડ્યું. પરંતુ બાદમાં કપિલ શર્માએ પોતાના કરિયરની શરૂઆત ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. તેણે આ શો પણ જીત્યો હતો. જેના માટે તેને 10 લાખ રૂપિયા મળ્યા હતા.

ત્યારબાદ કપિલ શર્માએ 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ' નામનો પોતાનો શો શરૂ કર્યો. આ શોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. કપિલ શર્માએ આ શોથી ઘણી લાઈમલાઈટ મેળવી હતી. આ રીતે કોમેડિયન ધીરે ધીરે સ્ટાર બની ગયો છે. હવે આ શો હવે નેટફ્લિક્સ પર ગ્રેટ કપિલ શોના નામે આવી રહ્યો છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું, જોકે તે કંઈ ખાસ કરી શકી ન હતી.

કપિલ શર્માની નેટવર્થના રિપોર્ટ પ્રમાણે તેની કુલ સંપત્તિ 330 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે ઘણા લક્ઝરી વાહનોનું કલેક્શન પણ છે જેમાં વૉલ્વો એક્સસી90, મર્સિડીઝ બેન્ઝ એસ350 સીડીઆઈનો સમાવેશ થાય છે જેની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે. આ સિવાય કપિલ શર્મા પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે જેની કુલ કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X