BOX OFFICE: કંગના રાણાવત નંબર-1 ?
વેલ આ વાંચીને થોડું હેરાન ના થતા. આ અમે નહીં પણ બોક્સ ઓફિસના આંકડા કહી રહ્યાં છે. જી હા, આપણે સૌ જાણીએ જ છીએ કે કંગના રાણાવતની ફિલ્મ કટ્ટીબટ્ટી બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઇ ચૂકી છે. પરંતુ તેમ છતા જો બોલીવુડ બોક્સ ઓફિસના આંકડા જોવામાં આવે તો કંગના રાણાવત હજી પણ નંબર-1ની પોઝીશન પર છે. જો કે આગામી સમયમાં દિપીકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, અને કાજોલ દ્વારા કેટલાક નવા રેકોર્ડ્ઝ બનાવવાની આશા રાખી શકાય છે. પણ હાલમાં તો કંગના જ રોકીંગ છે.
કંગના રાણાવતની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ તનુ વેડ્સ મનુ રીટર્ન્સે બોક્સ ઓફિસ પર 155 કરોડનું કલેક્શન કર્યું છે. જે બજરંગી ભાઇજાન બાદ બીજા નંબરે છે.

તનુ વેડ્ઝ મનુ રીટર્ન્સ
તનુ વેડ્ઝ મનુ રીટર્ન્સે બોક્સ ઓફિસ પર 155 કરોડની કમાણી કરી છે. બજરંગી ભાઇજાન બાદ આ બીજા નંબરની ફિલ્મ છે. જેણે બોક્સ ઓફિસ પર આટલી સારી કમાણી કરી છે.

હમારી અધુરી કહાની
વિદ્યા બાલનની ફિલ્મ હમારી અધુરી કહાનીથી દર્શકોને ખાસ્સી આશાઓ હતી. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ના ચાલી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 37. 57 કરોડ છે.

પીકુ
દિપીકા પાદુકોણની ફિલ્મ પીકુએ બોક્સ ઓફિસ પર સારૂં પ્રદર્શન કર્યું. ફિલ્મે લગભગ 79.92 કરોડની કમાણી કરી છે. ફિલ્મ હીટ રહી છે. પરંતુ કંગના કરતા દિપીકા પાછળ જ રહી ગઈ.

ડૉલી કી ડોલી
સોનમ કપૂરની ફિલ્મ ડૉલી કી ડોલીએ બોક્સ ઓફિસ પર લગભગ 19.26 કરોડની કમાણી કરી છે. વેલ તે પણ કંગનાથી પાછળ જ રહી.

NH-10
અનુષ્કા શર્માની ફિલ્મ NH-10એ 32 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર હીટ રહી. જો કે અનુષ્કા પણ કંગનાથી પાછળ જ રહી.

એક પહેલી લીલા
સની લિયોનની એક પહેલી લીલાનું બોક્સ ઓફિસ કલેક્શન 27.57 કરોડ હતુ. ફિલ્મ એવરેજ સાબિત થઇ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
