પ્રિયંકા ચોપડાના એક ટ્વીટ પર ભડકી કંગનાની બહેન રંગોલી, જાણો શું કહ્યુ

રંગોલીએ દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના એક ટ્વીટ પર પલટવાર કરીને તેના પર નિશાન સાધ્યુ છે.

બોલિવુડ અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલ ફરીથી એક વાર ચર્ચામાં છે. વાસ્તવમાં રંગોલીએ દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના એક ટ્વીટ પર પલટવાર કરીને તેના પર નિશાન સાધ્યુ છે. સમગ્ર મામલો ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સાથેનો છે. 16 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટાએ હાલમાં જ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ એક્શન સમિટમાં જોરદાર સ્પીચ આપી હતી. જેને દુનિયાભરમાં લોકોએ પ્રશંસા કરી, ખુદ પ્રિયંકા ચોપડાએ ટ્વિટ કરીને ગ્રેટાની સ્પીચની પ્રશંસા કરી. જો કે પ્રિયંકાના આ ટ્વીટ વિશે રંગોલીએ તેના પર સવાલ ઉઠાવ્યા છે સાથે કટાક્ષ પણ કર્યો છે.

ગ્રેટા વિશે પ્રિયંકાના ટ્વીટ પર રંગોલીનો કટાક્ષ

ગ્રેટા વિશે પ્રિયંકાના ટ્વીટ પર રંગોલીનો કટાક્ષ

16 વર્ષીય ગ્રેટા થનબર્ગના યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ એક્શન સમિટમાં આપેલી સ્પીચની પ્રિયંકા ચોપડાએ જોરદાર પ્રશંસા કરી. તેમણે ગ્રેટાની સ્પીચને પોતાના ટ્વિટર પર શેર કરીને લખ્યુ, આભાર ગ્રેટા થનબર્ગ અમારા બધાના ચહેરા પર એક જોરદાર પંચ મારવા માટે, પોતાની પેઢીને સાથે લઈને આવવા અને અમને એ બતાવવા માટે કે અમારે વાતોને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. આપણે સૌથી સારી વસ્તુને બચાવવા માટે વધુને વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. અમને બધાને આની જરૂર હતી. છેવટે આપણા બધા પાસે બસ એક આ જ ગ્રહ છે.

#HowdareYou રંગોલીએ આ ટ્વીટ કરીને પ્રિયંકા પર સાધ્યુ નિશાન

ગ્રેટા વિશે પ્રિયંકા ચોપડાના આ ટ્વીટની તેના ફેન્સે જોરદાર પ્રશંસા કરી છે. જો કે કંગના રનોતની બહેન રંગોલી ચંદેલને પ્રિયંકા ચોપડાનુ આ ટ્વિટ પસંદ ન આવ્યુ. રંગોલીએ ટ્વિટર પર જ પ્રિયંકાના ટ્વીટનો જવાબ આપીને લખ્યુ, ‘ડિયર પીસી તમને પાછા અહીં જોઈને સારુ લાગ્યુ. હા, આ બાળકી બહુ સારુ કામ કરી રહી છે પરંતુ આપણા દેશમાં પણ ઘણા બધા લોકો તન મન ધનથી પર્યાવરણ માટે કામ કરી રહ્યા છે માત્ર લેક્ચર નથી આપી રહ્યા, રિઝલ્ટ લાવી રહ્યા છે... તેમના માટે પણ ક્યારેક કંઈક પ્રેમભર્યા શબ્દો બોલી દો... સારુ લાગશે.' હાલમાં રંગોલીના ટ્વીટ પર પ્રિયંકા તરફથી કોઈ ટિપ્પણી નથી આવી.

ગ્રેટા વિશે પ્રિયંકાએ કર્યુ હતુ આ ટ્વીટ

સ્વીડનની 16 વર્ષની ગ્રેટા થનબર્ગે પર્યાવરણ સંરક્ષણ મુદ્દે જોરદાર સ્પીચ આપી હતી. તેના સંબોધનમાં ગુસ્સો તો હતો જ સાથે જ સંવેદના પણ હતી. પોતાના ઐતિહાસિક ભાષણના કારણે ગ્રેટા થનબર્ગ આખી દુનિયામાં છવાઈ ગઈ છે. લોકો તેના સાહસ, બુદ્ધિ અને યોગ્યતાની પ્રશંસા કરી રહ્યા છે. નાની હોવા છતા ગ્રેટા થનબર્ગ છેલ્લા ઘણા સમયથી ગ્લોબન વોર્મિંગ સામે જોરદાર અભિયાન ચલાવી રહી છે. આ વર્ષે મેમાં ટાઈમ મેગેઝીનના કવર પર તેનો ફોટો પ્રકાશિત થયો હતો જેનુ શીર્ષક હતુ - નેકસ્ટ જનરેશન લીડર. વળી ગ્રેટાની સ્પીચની પ્રિયંકા ચોપડા સહિત બોલિવુડના ઘણા એક્ટર-એક્ટર્સે પ્રશંસા કરી હતી. આમાં આલિયા ભટ્ટ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, વરુણ ધવન વગેરેએ ગ્રેટ થનબર્ગની સ્પીચને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X