Pics : સગર્ભા વિદ્યાએ છોડી સુજોયની ફિલ્મ, કંગના ફરી બનશે ‘રાણી’!
મુંબઈ, 18 માર્ચ : પુનઃ એક વાર અભિનેત્રી વિદ્યા બાલન સગર્ભા હોવાના સમાચાર છે. અંગ્રેજી અખબાર બૉમ્બે ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર મુજબ વિદ્યા બાલન માતા બનવાનાં છે અને તેથી જ તેઓ છેલ્લા ઘણા વખતથી મુંબઈની સેવન હિલ્સ હૉસ્પિટલના ચક્કર લગાતા જોવામાં આવી રહ્યાં છે.
જોકે વિદ્યા બાલને થોડાક દિવસ અગાઉ જ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મના પ્રમોશન દરમિયાન આ બાબતનું જોરદાર ખંડન કર્યુ હતું અને જણાવ્યું હતું કે જે દિવસે તેમને માતા બનવાના સમાચાર મળશે, તેઓ પોતાની ખુશી ચોક્કસ શૅર કરશે, પણ હાલ તેમનો ફૅમિલી પ્લાન કરવાનો ઇરાદો નથી.
પરંતુ વિદ્યાના ખંડન બાદ પણ પુનઃ તેમના સગર્ભા હોવાના સમાચારોએ ચોંકાવી દીધાં છે. એમ પણ કહેવાય છે કે વિદ્યા બાલને આ જ કારણસર પોતાના ફૅવરિટ સુજોય ઘોષની ફિલ્મ દુર્ગા રાણી સિંહ છોડી દીધી છે અને સુજોયે વિદ્યાના સ્થાને કંગના રાણાવતને સાઇન કરી લીધાં છે. વિદ્યાએ ડિસેમ્બર 2012માં યૂટીવી મોશનના હૅડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં.
બીજી બાજુ કંગના રાણાવતની લૉટરી લાગી ગઈ છે. તેમની માંગણી વધી ગઈ છે. બૉલીવુડમાં આજે નવો ટ્રેન્ડ બની ગયો છે કે લીક સે હટકે પાત્ર માટે નિર્માતા-દિગ્દર્શકો કાં તો વિદ્યા બાલન પાસે પહોંચી જાય અને કાં તો કંગના રાણાવતનો સમ્પર્ક કરે. ક્વીન ફિલ્મની શાનદાર સફળતા જોતાં સુજોય ઘોષે પણ વિદ્યાના ઇનકાર બાદ તરત કંગનાનો જ સમ્પર્ક સાધ્યો. આ સાથે જ કંગના રાણાવત રૂપેરી પડદે રાણી નામ ધરાવતી સતત ત્રીજી ફિલ્મમાં દેખાશે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

વિદ્યા કેન્દ્રિત દુર્ગા રાણી સિંહ
સુજોય ઘોષ વિદ્યા બાલનને ધ્યાનમાં રાખી દુર્ગા રાણી સિંહ ફિલ્મ બનાવી રહ્યા હતાં.

વિદ્યાનો ઇનકાર કેમ?
પરંતુ વિદ્યા બાલને કહાની જેવી હિટ ફિલ્મ જેમની સાથે કરી, તેવા સુજોયની આ ફિલ્મ છોડી દીધી. કહે છે કે તેઓ સગર્ભા છે અને તેથી જ તેમણે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો.

કંગનાની લૉટરી લાગી
વિદ્યાના ઇનકાર બાદ સુજોયે કંગના રાણાવતનો સમ્પર્ક સાધ્યો અને કંગનાએ તો જાણે લૉટરી લાગી હોય, તેમ આ ફિલ્મ ઝટ દઈને સાઇન કરી નાંખી.

ક્વીન ઉપર વખાણ વર્ષા
કંગના રાણાવતની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ક્વીન ઉપર બૉલીવુડમાંથી વખાણ વર્ષા થઈ રહી છે. લોકો ક્વીન ફિલ્મની જ નહીં, પણ કંગનાના અભિનયના પણ વખાણ કરી રહ્યાં છે. ફિલ્મમાં કંગના રાણાવતે રાણીનું પાત્ર ભજવ્યું છે.

અબ મર્દ કો દર્દ હોગા
કંગના રાણાવત રાણી ટાઇટલ ધરાવતી વધુ એક ફિલ્મ રિવૉલ્વર રાણીમાં પણ લીડ રોલ કરી રહ્યાં છે. ફિલ્મના પોસ્ટર ઉપરનો સ્લોગન અબ મર્દ કો દર્દ હોગા કહે છે કે આ ફિલ્મ પણ મહિલા કેન્દ્રિત હશે.

રજ્જો પણ મહિલા કેન્દ્રિત
આ અગાઉ રજ્જો ફિલ્મ પણ કંગના રાણાવતની મહિલા કેન્દ્રિત હતી. જોકે આ ફિલ્મને ઝાઝી સફળતા નહોતી મળી. આમ છતાં કંગનાના અભિનયના વખાણ થયા જ હતાં.

હવે દુર્ગા સિંહ રાણી
કંગના રાણાવતને હવે વધુ એક રાણી ટાઇટલ સાથેની ફિલ્મ મળી છે. સુજોય ઘોષની આ ફિલ્મનું નામ દુર્ગા સિંહ રાણી છે અને કંગનાએ આ ફિલ્મ તરત જ સ્વીકારી લીધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
