સોનમ કપૂર પર ભડકી કંગના, બાપ નહીં, મહેનત મારી ઓળખાણ

ફેન્ટમ ફિલ્મ કંપનીના બંધ થયા પછી ફેમસ ફિલ્મ મેકર વિકાસ બહેલ વિશે ઘણી વાતો થઇ રહી છે.

ફેન્ટમ ફિલ્મ કંપનીના બંધ થયા પછી ફેમસ ફિલ્મ મેકર વિકાસ બહેલ વિશે ઘણી વાતો થઇ રહી છે. સૌથી વધારે ચોંકાવનારું નિવેદન વિકાસ બહેલની ફિલ્મ "ક્વીન" ઘ્વારા સ્ટાર બનેલી કંગના રાણાવત ઘ્વારા આપવામાં આવ્યું છે. કંગનાએ વિકાસ પર યૌન શોષણનો આરોપ લગાવીને તેની ગંદી હરકતો વિશે ખુલીને જણાવ્યું છે. તેના પર સૌથી પહેલી પ્રતિક્રિયા ખુબસુરત ગર્લ સોનમ કપૂરની આવી છે, જેને સાંભળીને કંગનાનો પારો સાતમા આશ્માને ચઢી ગયો છે અને કંગનાએ સોનમ અંગે ખુબ જ તીખી પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: ખોટી રીતે અડતો હતો વિકાસ, તેને રોજ રાત્રે નવી છોકરી જોઈએ છે

સોનમે કંગના વિશે કંઈક આવું કહ્યું

સોનમે કંગના વિશે કંઈક આવું કહ્યું

ખરેખર એક ઇવેન્ટમાં આવેલી સોનમ કપૂર વિશે "મી ટુ અભિયાન" વિશે પૂછવામાં આવ્યું ત્યારે સોનમે વિકાસ અંગે કહ્યું કે આ ખુબ જ નિરાશાજનક છે. જયારે સોનમને પૂછવામાં આવ્યું કે જો તેઓ પોતે આ પરિસ્થિતિમાં હોય તો તેવી રીતે ડીલ કરે, ત્યારે સોનમે કહ્યું કે તેને નથી ખબર કે તેઓ કઈ રીતે ડીલ કરશે.

ક્યારેક ક્યારેક કંગનાને ગંભીરતાથી લેવું મુશ્કિલ છે

ક્યારેક ક્યારેક કંગનાને ગંભીરતાથી લેવું મુશ્કિલ છે

જયારે સોનમ ને પૂછવામાં આવ્યું કે શુ તેમને લાગે છે કે હવે વધારે લોકો વિકાસ બહેલ વિરુદ્ધ અવાજ ઉઠાવશે. ત્યારે સોનમે કહ્યું કે કંગનાએ તો અવાજ ઉઠાવ્યો છે, પરંતુ ક્યારેક ક્યારેક કંગનાને ગંભીરતાથી લેવું મુશ્કિલ છે.

સોનમ કપૂર કોણ છે મને જજ કરનાર?

કંગનાને સોનમ કપૂરની આ વાત પસંદ નહીં આવી અને તેને સોનમ પર તીખો પ્રહાર કરી દીધો. કંગનાએ કહ્યું કે સોનમ કપૂર કોણ છે જે કોઈ પણ મહિલાને જજ કરે. મેં મારી જે પણ મી ટુ સ્ટોરી શેર કરી છે તેના પર કોને તેને અધિકાર આપ્યો કે પોતાનું મંતવ્ય રજુ કરે અને મારા સાચા અને ખોટા પર સવાલ કરે. સોનમ કપૂર પાસે કયું લાયસન્સ છે જે કેટલીક મહિલાઓ પર વિશ્વાસ કરે અને કેટલીક પર નહીં.

બાપ નહીં, મહેનત મારી ઓળખાણ: કંગના

બાપ નહીં, મહેનત મારી ઓળખાણ: કંગના

કંગનાએ કહ્યું કે હું મારા દેશને રિપ્રેઝન્ટ કરું છું, મને યુથ ઇન્ફ્લ્યુન્સ કહેવામાં આવે છે, મેં મારી ઓળખ ઘણા સંઘર્ષ અને મહેનત પછી બનાવી છે, હું મારા પિતાને કારણે નથી ઓળખાતી મારી પોતાની એક ઇમેજ છે. સોનમ કપૂર એક સારી અભિનેત્રી તરીકે પણ નથી ઓળખાતી. તેવી પરિસ્થિતિમાં આ ફિલ્મી લોકોને મારા વિશે વાત કરવાનો અધિકાર કોણ આપે છે.

શુ હશે સોનમનું રિએક્શન?

શુ હશે સોનમનું રિએક્શન?

કંગનાના તીખા પ્રહાર પછી સોનમ કપૂર તરફ થી હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. હાલમાં બધાને વિશ્વાસ છે કે સોનમ ચોક્કસ તેનો જવાબ આપશે કારણકે તે ચૂપ રહે તેવી અભિનેત્રી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X