Birthday: જુબિન નૌટિયાલ છે બૉલિવુડના સૌથી મોંઘા સિંગર, અહીં જાણો કુલ સંપત્તિ અને વાર્ષિક કમાણી
Jubin Nautiyal Birthday: બૉલિવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં પોતાનો દમદાર અવાજ આપનાર સિંગર જુબિન નૌટિયાલ છેલ્લા અમુક સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સિંગર જુબિન નૌટિયાલ માત્ર તેના સોલો મ્યુઝિક આલ્બમ માટે જ નહિ પરંતુ તેની પ્લેબેક સિંગિંગ માટે પણ ખૂબ લોકપ્રિય છે.
જુબિન નૌટિયાલ તેની ગાયકી ઉપરાંત તેના માચો લુક માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. આજે ગાયક જુબિન નોટિયાલ તેનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવો જાણીએ જુબિન નૌટિયાલની નેટવર્થ અને કમાણી વિશે...

સિંગર જુબિન નૌટિયાલ તેના લાઇવ કૉન્સર્ટ માટે પ્રખ્યાત છે. તે ભારત અને વિદેશમાં લાઈવ પર્ફૉર્મ કરે છે. આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ સુપરહિટ છે. તમને જણાવી દઈએ કે જુબીન નૌટિયાલે વર્ષો સુધી મહેનત કરીને આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. જુબિન નૌટિયાલ તેના રોમેન્ટિક ગીતોને કારણે ઓળખાય છે, જે આજકાલ સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યાં છે. લોકો તેના અવાજ અને ગાયકીના ચાહક છે. પોતાની ગાયકીથી જુબિન આજે કરોડોની સંપત્તિનો માલિક છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ જુબિન નૌટિયાલની કુલ સંપત્તિ લગભગ 16 મિલિયન ડૉલર એટલે કે 120 કરોડ રૂપિયા છે. સિંગિંગ ઉપરાંત, જુબિન નૌટિયાલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી પણ સારી કમાણી કરે છે. તે બૉલિવુડ ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કરે છે. તેણે ઘણી અંગ્રેજી વેબ સિરીઝ માટે ગીતો પણ ગાયા છે.
બૉલિવુડ સિંગર જુબિન નૌટિયાલ હાલમાં ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો સિંગર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુબિન નૌટિયાલ ફિલ્મમાં એક ગીત ગાવા માટે 7 લાખ રૂપિયા ફી લે છે. વળી, તે લાઇવ કૉન્સર્ટ કરવા માટે લગભગ 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
જુબિન નૌટિયાલની એક મહિનાની કમાણી લગભગ 66 લાખ રૂપિયા છે. જ્યારે જુબિન નૌટિયાલ વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરે છે. તે યુટ્યુબ વીડિયો, લાઈવ કૉન્સર્ટ, શો, મૂવીઝમાં પ્લેબેક સિંગિંગ અને મ્યુઝિક વીડિયોમાંથી જંગી કમાણી કરે છે.
સિંગર જુબિન નૌટિયાલ મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનનો છે. અહીં તેના માતાપિતાનું ઘર છે. દહેરાદૂનમાં અભ્યાસ પૂરો કર્યા પછી, જુબિન નૌટિયાલ ગાયક બનવા મુંબઈ આવ્યો. અહીં તેણે ટીવીના પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલમાં ભાગ લીધો હતો. જો કે તેને ટૂંક સમયમાં શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો પરંતુ આ શો દ્વારા જ તેને ફિલ્મોમાં પ્રથમ બ્રેક મળ્યો હતો.
હાલમાં જુબિન પોતાના કામના કારણે મુંબઈમાં એક આલીશાન ફ્લેટમાં રહે છે. જુબિન નૌટિયાલને લક્ઝરી કારનો ખૂબ જ શોખ છે. ઝુબિન પાસે Volvo XC90, Lamborghini Aventador, Rolls Royce Phantom અને BMW X9 જેવા મોંઘા અને વૈભવી વાહનો છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે.












Click it and Unblock the Notifications
