જુનિયર મહેમૂદની હાલત જોઈ જિતેન્દ્રના છલકાયા આંસૂ, પૂરી કરી આ ઈચ્છા, ફોટો વાયરલ
Jeetendra Meet Junior Mehmood: બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદ જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહ્યા છે. અભિનેતા કેન્સરના ચોથા સ્ટેજમાં છે અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અભિનેતા જૉની લીવરને તેમની હાલત વિશે જાણ થતાં જ તે તેમને મળવા અને તેમની ખબર પૂછવા ગયા હતા.
માંદગીની આવી સ્થિતિમાં પણ જુનિયર મહેમૂદે તેના મિત્રો જિતેન્દ્ર અને સચિન પિલગનકરને યાદ કર્યા હતા. અભિનેતાએ બંનેને છેલ્લી વખત મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હવે મહેમૂદની આ ઈચ્છા તેના બંને મિત્રોએ પૂરી કરી છે. અભિનેતા જિતેન્દ્ર અને સચિન પિલગનકર જુનિયર મેહમૂદની ખબર પૂછવા તેમને મળવા આવ્યા હતા.

જિતેન્દ્ર અને સચિન જેવા તેમના ખાસ મિત્ર જુનિયર મહેમૂદને મળવા પહોંચ્યા, તેમની હાલત જોઈને તેઓ પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે જિતેન્દ્ર મહેમૂદની ખબર પૂછી રહ્યા છે. આ દરમિયાન જિતેન્દ્ર તેમની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે અને અભિનેતાની આંખો આંસુઓથી ભરાઈ જાય છે.
આ તસ્વીરોમાં જિતેન્દ્ર તેના મિત્રના માથે હાથ ફેરવતા જોવા મળે છે. તેના બાળપણના મિત્રને મળ્યા બાદ સચિન પિલગનકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. તેમણે લખ્યું, 'મારા મિત્ર જુનિયર મહેમૂદ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરો. થોડા દિવસો પહેલા મેં તેમની સાથે વીડિયો કૉલ પર વાત કરી હતી અને જ્યારે હું તેમને મળવા ગયો ત્યારે તે સૂઈ રહ્યા હતા. હું તેમના પુત્ર અને જૉની લીવર સાથે સતત સંપર્કમાં છું. ભગવાન તેમને જલ્દી સાજા કરે.
તમને જણાવી દઈએ કે જુનિયર મહેમૂદનું સાચું નામ મઈમ સૈયદ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. અભિનેતાની તેના ખાસ મિત્ર સચિન સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે સમયે આ જોડી સુપરહિટ રહી હતી. હાલમાં જુનિયર મહેમૂદની હાલત અત્યંત નાજુક છે. જૉની લીવર આ મુશ્કેલ સમયમાં તેમની ખૂબ કાળજી લઈ રહ્યા છે. એવી આશા છે કે અભિનેતા ટૂંક સમયમાં કેન્સર પર કાબુ મેળવી લેશે અને સ્વસ્થ થઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
