Jaya Bachchan Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે જયા બચ્ચન, કેશ, જમીન, જ્વેલરી..., કિંમત જાણીને ઉડી જશે હોશ
Jaya Bachchan Birthday: મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલ જયા બચ્ચન પોતાની ચુલબુલી એક્ટિંગ ઉપરાંત બચ્ચન પરિવારની વહુ બનીને પણ પોતાની એક અલગ ઓળખ બનાવી. 9 એપ્રિલે તેમણે પોતાનો 75મો જન્મદિવસ મનાવ્યો. આ વર્ષે જ તેમના લગ્નના 50 વર્ષ પૂરા થવાના છે.
હાલમાં જયા બચ્ચન રાજ્યસભા સાંસદ છે. જયા બચ્ચનની સફળતા પર તેમના પતિ અમિતાભ સહિત સમગ્ર પરિવારને ગર્વ છે. આવો જાણીએ જયા બચ્ચન પાસે કેટલા કરોડની સંપત્તિ છે અને તેમની વાર્ષિક કમાણી કેટલી છે.

જયા બચ્ચન બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા પરંતુ તેમને ફિલ્મોમાં અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો. તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા, પૂણેમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો અને તેમાં ગોલ્ડ મેડલ જીત્યો. જયા બચ્ચને 15 વર્ષની ઉંમરે ઑસ્કર વિજેતા નિર્દેશક સત્યજીત રેની ફિલ્મ 'મહાનગર'માં કામ કર્યુ હતુ.
આ પછી, જયા બચ્ચને હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક હૃષિકેશ મુખર્જીની ફિલ્મ 'ગુડ્ડી'થી હિરોઈન તરીકે બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. જયા બચ્ચને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ 1973માં જયા બચ્ચને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન. બાળકોના જન્મ પછી જ જયા બચ્ચને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમણે પોતાનો બધો સમય પરિવારને આપવાનું શરૂ કર્યુ.
આ પછી તેમણે સમાજવાદી પાર્ટી સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા એફિડેવિટમાં જયા બચ્ચને પોતાની સંપત્તિ 68 કરોડ રૂપિયા અને તેમના પતિ અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 10.01 અબજ રૂપિયા જાહેર કરી હતી.
જયા બચ્ચન પાસે 12 લક્ઝરી વાહનો છે જેની કિંમત લાખોમાં છે. તેની સાથે જ મુંબઈના જુહુ વિસ્તારમાં જયા બચ્ચનના નામનો એક આલીશાન બંગલો પણ છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, જયા બચ્ચન પાસે 28 કરોડ રૂપિયાની જ્વેલરી પણ છે. આ સિવાય દુબઈની એક બેંકમાં તેમના નામે લગભગ 7 કરોડ રૂપિયા જમા છે. જ્વેલરી ઉપરાંત, જયા બચ્ચન પાસે લખનઉના કાકોરી અને ભોપાલમાં 39 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
