Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફરીથી સાથે દેખાયા જસલીન અને અનૂપ જલોટા, આ ટીક ટૉક Video થયો Viral

રિયાલિટી શો બિગ બૉસ સિઝન 12થી ચર્ચામાં આવેલા અનૂપ જલોટા અને જસલીન મથારુ એક વાર ફરીથી સમાચારોમાં છવાયા છે.

રિયાલિટી શો બિગ બૉસ સિઝન 12થી ચર્ચામાં આવેલા અનૂપ જલોટા અને જસલીન મથારુ એક વાર ફરીથી સમાચારોમાં છવાયા છે. આ પહેલા વિવાદોના કારણે બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. હાલમાં બંને થોડા દિવસથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. હવે બંનેનો એક ટિક ટૉક વીડિયો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે આમાં અનૂપ જલોટા જસલીનને બંદૂક બતાવતા જોવા મળી રહ્યા છે.

બંને 1971માં આવેલી ફિલ્મનુ ગીત ગાઈ રહ્યા છે

બંને 1971માં આવેલી ફિલ્મનુ ગીત ગાઈ રહ્યા છે

આ વાયરલ વીડિયોમાં આ બંને 1971માં આવેલી ફિલ્મના એક ગીતને ગાતા દેખાઈ રહ્યા છે. આ ગીત રણધીર કપૂર અને બબીતા પર ફિલ્માવામાં આવ્યુ હતુ. ગીતના બોલ છે - ‘આપ યહાં આયે કિસલિએ, આપને બુલાયા ઈસલિએ'. આ ટિક ટૉક વીડિયોમાં અનૂપ જલોટાના હાથમાં એક બંદૂક પણ દેખાઈ રહી છે. જેને તે જસલીન તરફ પોઈન્ટ કરી રહ્યા છે.

જસલીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

જસલીન મથારુએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટર પર શેર કર્યો છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જસલીન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તે અવારનવાર પોતાના બોલ્ડ ફોટા પણ શેર કરતી રહે છે. માહિતી મુજબ જસલીન હાલમાં અનૂપ જલોટા સાથે પોતાની આવનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનુ નામ છે - ‘વો મેરી સ્ટુડન્ટ હે'

બંનેની જોડી ઘણી ચર્ચામા રહી

બંનેની જોડી ઘણી ચર્ચામા રહી

ઉલ્લેખનીય છે કે બિગ બૉસ સિઝન 12માં જસલીન મથારુ અને અનૂપ જલોટાની જોડી ઘણી ચર્ચામાં રહી હતી. બંને જોડી તરીકે આ શો પર આવ્યા હતા. શો પર જસલીન, અનૂપ જલોટાની નજીક દેખાઈ હતી. જો કે શો ખતમ થયા બાદ આ બંનેએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો કે તેમને સંબંધ માત્ર ગુરુ શિષ્યનો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X