શ્રીદેવીની પુત્રી જ્હાનવીએ મેગેઝીન માટે કર્યુ પોતાનું પહેલુ ફોટોશૂટ
શ્રીદેવીની પુત્રી જ્હાનવીની તસવીરો તરત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે જેમ આ મેગેઝીન કવર થઈ રહ્યુ છે.
શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ રિલીઝ થવામાં ભલે સમય હોય પરંતુ તે અત્યારથી જ સ્ટાર બની ગઈ છે. જ્હાનવી ભલે શૂટ પર જતી હોય કે કોઈ ઈવેન્ટમાં ભીડ તરત જ તેને ઘેરી વળે છે. જ્હાનવીની તસવીરો પણ તરત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે જેમ આ મેગેઝીન કવર થઈ રહ્યુ છે. જ્હાનવી કપૂરે પોતાની ફિલ્મની રિલીઝ પહેલા એક મેગેઝીન માટે કવર શૂટ કર્યુ છે, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

જ્હાનવીએ શૂટ કર્યુ પોતાનું પહેલુ કવર
શ્રીદેવીની પુત્રી જ્હાનવીએ હાલમાં જ પોતાનું પહેલુ મેગેઝીન કવર શૂટ કર્યુ છે. તે ઈન્ટરનેશનલ મેગેઝીન વોગ ઈન્ડિયાના જૂન મહિનાના એડીશનમાં જોવા મળશે. આ મેગેઝીન માટે શૂટ કરવામાં આવેલી તસવીરો જ્હાનવીએ પોતો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જ્હાનવીએ આ મેગેઝીનમાં પોતાની પહેલી ફિલ્મ ‘ધડક', પોતાના પહેલા મેગેઝીન કવર અને પોતાના પહેલા ઈન્ટરવ્યુ પર ચર્ચા કરી.

ફેન્સે કરી પ્રશંસા
આ મેગેઝીનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. દરેક જણ જ્હાનવીના લુક્સના દીવાના થઈ ગયા છે. લોકોએ તેના કવરની પ્રશંસામાં એક એકથી ચડિયાતા કમેન્ટ કર્યા છે. એક યુઝરે લખ્યુ કે, "તમે પોતાની માં ની જેમ જ સુંદર છો." વળી બીજાએ લખ્યુ, "તમે બહુ સુંદર છો. તમારામાં મા ની ઝલક દેખાય છે." ફેન્સે તો જ્હાનવી માટે પ્રશંસાના પુલ બાંધી દીધા.

જલ્દી રિલીઝ થશે પહેલી ફિલ્મ
જ્હાનવી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક' જલ્દી રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ખૈતાને કર્યુ છે અને કરણ જૌહર ફિલ્મના નિર્માતા છે. ફિલ્મ 20 જૂલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
