અનન્યા પાંડે સાથે બ્રેક અપ પછી હવે મિસ્ટ્રી ગર્લ સાથે મૂવી જોવા પહોંચ્યો ઈશાન, શું મળી ગઈ નવી ગર્લફ્રેન્ડ?
Ishaan Khatter: બૉલિવુડ એક્ટર અને શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અનન્યા પાંડે સાથે બ્રેકઅપ પછી ઈશાન ખટ્ટરના જીવનમાં એક નવો પ્રેમ પ્રવેશ્યો છે. થોડા દિવસો અગાઉ તે મુંબઈની શેરીઓ પર એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો.
હવે ફરીથી મિસ્ટ્રી ગર્લ સાથે ફિલ્મ જોવા જતી વખતે ઈશાનને પાપારાઝી કેમેરાએ કેદ કરી લીધો. બૉલિવુડ એક્ટર ઈશાન ખટ્ટરને ફિલ્મ ડેટ પર પાપારાઝી દ્વારા જોવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળી હતી.

જ્યારે ઈશાને મેચિંગ બીની સાથે ગ્રે ટી-શર્ટ પહેર્યું હતું, ત્યારે તેની મિસ્ટ્રી ગર્લફ્રેન્ડ ગુલાબી ટોપ અને બ્લેક કેપ પહેરેલી જોવા મળી હતી.
થિયેટરની અંદર જતા પહેલા ઈશાને કેમેરા સામે પોઝ આપ્યો હતો. જોકે, બંને એકસાથે દેખાવાથી શરમાતા હતા અને કેમેરાથી દૂર ભાગતા હતા. ઈશાનની મિસ્ટ્રી ગર્લ પોતાની કેપમાં પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈશાન અને અનન્યાનું નામ એકસાથે જોડવામાં આવ્યું હતુ. બંને લગભગ બે થી ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. તેમની લવ સ્ટોરી ફિલ્મ ખાલી પીલીના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. ઘણી વખત બંને વેકેશન પર જતા જોવા મળ્યા છે. એટલું જ નહીં અનન્યા ઘણીવાર કપૂર પરિવારના ફંક્શનનો હિસ્સો રહેતી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇશાન સિદ્ધાંત ચતુર્વેદી અને કેટરિના કૈફ સાથે ફિલ્મ 'ભૂત પોલીસ'માં જોવા મળ્યો હતો. હવે ટૂંક સમયમાં જ ઈશાન 'પિપ્પા' નામની ફિલ્મમાં જોવા મળશે. આ સાથે ઈશાન પાસે વધુ બે ફિલ્મો પાઈપલાઈનમાં છે જેના માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
