અનન્યા પાંડે સાથે બ્રેકઅપ કેમ થયુ, ઈશાન ખટ્ટરે ખોલ્યા રાઝ, 'એ ખૂબ જ...'
કૉફી વિથ કરણમાં અભિનેતા ઈશાન ખટ્ટરે અભિનેત્રી અનન્યા પાંડે સાથેના તેના બ્રેકઅપ અંગે ખુલાસો કર્યો હતો.
મુંબઈઃ બૉલિવુડ ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરનો શો કૉફી વિથ કરણ હાલમાં ઘણો ચર્ચામાં છે. તેનુ કારણ એ છે કે મનોરંજન જગત સાથે જોડાયેલી હસ્તીઓ કરણના શોમાં ગેસ્ટ તરીકે આવી રહી છે અને તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર, આ ગપસપથી ભરપૂર શોના લેટેસ્ટ એપિસોડમાં કેટરીના કૈફ સાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે અભિનેતા ઈશાન ખટ્ટરે અભિનેત્રી અનન્યા પાંડે સાથેના તેના બ્રેકઅપ અંગે ખુલાસો કર્યો હતો.

ફિલ્મ 'ખાલી-પીલી' દરમિયાન બંનેને થઈ ગયો હતો પ્રેમ
ઈશાન ખટ્ટર નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટરનો પુત્ર છે. થોડા સમય પહેલા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સાથે તેનુ બ્રેકઅપ થયુ હતુ. બંને ફિલ્મ 'ખાલી પીલી'માં સાથે જોવા મળ્યા હતા અને આ ફિલ્મના સમયથી જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. બંને માલદીવમાં સાથે રજાઓ મનાવતા પણ જોવા મળ્યા હતા પરંતુ તાજેતરમાં જ બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ છે.

અનન્યાએ નહોતો આપ્યો જવાબ, ઈશાને ખોલ્યા રાઝ
ઈશાન ખટ્ટર પહેલા અનન્યા પાંડે પણ કૉફી વિથ કરણ શોમાં જોવા મળી હતી પરંતુ તેણે તેમના બ્રેકઅપ સાથે જોડાયેલા સવાલનો જવાબ આપ્યો ન હતો. ઈશાન ખટ્ટરે અનન્યા સાથેના તેના બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી અને કારણ પણ જણાવ્યુ.

ઈશાને કહ્યુ કે જીવનના અંત સુધી એ...
કરણના સવાલના જવાબમાં ઈશાન ખટ્ટરે કહ્યુ કે તાજેતરમાં જ અમારા સંબંધોનો અંત આવ્યો છે. ઈશાને ઉમેર્યુ, 'પરંતુ હું અનન્યાને મારા જીવનની શ્રેષ્ઠ મિત્ર માનુ છુ, હું ઈચ્છુ છુ કે તે મારા જીવનના અંત સુધી મારી મિત્ર રહે. તે ખૂબ જ સારી વ્યક્તિ છે, ખૂબ જ સ્વીટ છે.'

ઈશાનને પહેલા અનન્યાની બેસ્ટ ફ્રેન્ડ સાથે હતુ અફેર
અનન્યા પહેલા ઈશાન ખટ્ટરનુ શ્રીદેવી અને બૉની કપૂરની અભિનેત્રી પુત્રી જ્હાનવી કપૂર સાથે અફેર હતુ. જાહ્નવી અને અનન્યા પાંડે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. જાહ્નવી સાથે ઈશાનનુ અફેર ફિલ્મ 'ધડક'ના શૂટિંગ દરમિયાન શરૂ થયુ હતુ. બંને ધડક સ્ટાર્સ હતા અને આ ફિલ્મથી તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત થઈ હતી પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહિ અને તેમનુ બ્રેકઅપ થઈ ગયુ.

જ્હાન્વીનુ નામ ઈશાનના ફોનમાં આ નામથી સેવ છે
કરણે ઈશાનને પૂછ્યુ કે શું જાહ્નવીનુ નામ તેના ફોનમાં સેવ છે અને જો છે તો કયા નામે. આના પર ઈશાને ખુલાસો કર્યો કે જ્હાન્વીનુ નામ કયા નામથી સેવ થાય છે. જે પછી તે કહે છે કે જ્હાન્વીનુ નામ તેના ફોનમાં જાહ્નવી બોની કપૂર તરીકે સેવ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
