મોત બાદ તુનિષા ડોક્ટર પાસે કઈ હાલતમાં પહોંચી હતી? જાણો શું કહ્યું ડોક્ટરે?

ડોક્ટર સુરેન્દ્ર પાલે કહ્યું કે, તુનિષા શર્માનું સાંજે 4 વાગે અને 20 મીનિટે મોત થયું હતું. તેને 5-7 મિનિટ પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

બોલિવૂડ અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. તુનિષાએ સેટ પર આત્મહત્યા કરી લેતા પોલીસે શોના કો સ્ટાર અને તેના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. તેના પર તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસ તપાસ વચ્ચે હવે તુનિષાને મૃત જાહેર કરનારા ડોક્ટરનું નિવેદન સામે આવ્યુ છે.

doctor

આત્મહત્યા બાદ તુનિષાને પાલઘરના નાયગાંવ સ્થિત F&B મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ લઈ જવાઈ હતી. અહીં ડોક્ટર સુરેન્દ્ર પાલે તેને મૃત જાહેર કરી હતી. હવે તેમણે જણાવ્યુ કે, તુનિષા શર્માનું સાંજે 4 વાગે અને 20 મીનિટે મોત થયું હતું. તેને 5-7 મિનિટ પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તુનિષાને હોસ્પિટલના સેટ પર હાજર કર્મચારીઓ લઈને આવ્યા હતા. તુનિષાને હોસ્પિટલ લવાઈ હતી ત્યારે તેના શરીરમાં કોઈ હલચલ ન હતી અને તે શ્વાસ પણ નહોતી લઈ રહી. તેની આંખો પણ સંકોચાઈ ગઈ હતી.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલમાં જ તુનિષાને હોસ્પિટલ લઈ જવાતો વીડિયો વાયરલ થયો હતો. તેના સાથીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તુનિષા સાથે તેનો પુર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાન પણ સાથે હતો. વીડિયોમાં તે તુનિષાને ઉપાડીને લઈ જતો જોવા મળ્યો હતો.

હવે તુનિષાના પરિવારજનો સતત લવ જેહાદના એંગલથી તપાસની માંગ કરી રહ્યા છે. પરિવારજનો કહી રહ્યા છે કે શીઝાન ખાને તુનિષાનો ઉપયોગ કર્યો અને લગ્નના નામે ચિટિંગ કર્યુ. લગ્નનું દબાણ કરતા શીઝાને બ્રેકઅપ કરી લીધુ. આ સિવાય પરિવારજનો તુનિષાના બ્રેઈનવોશનો પર આરોપ લગાવ્યો છે. જેના કારણે તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

અહીં તમને જણાવી દઇએ કે, તુનિષા શર્માએ સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. હવે આ ઘટનાને લઈને તપાસની માંગ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X