ઋતિક રોશનની મા પર છવાયો સુપર 30નો ખુમાર, જુઓ ડાંસનો Video
સુપર 30ની સફળતાથી સૌથી વધુ ખુશ ઋતિકના મમ્મી પિંકી રોશન છે જેમનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
બોલિવુડના સુપરસ્ટાર ઋતિક રોશનની ફિલ્મ સુપર 30એ બૉક્સ ઑફિસ પર તહેલકો મચાવી દીધો છે. ફિલ્મે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ડાંસિંગ સ્ટાર અને ડેશિંગ એક્ટર કહેવાતા ઋતિક રોશન આ ફિલ્મથી એક પીઢ અભિનેતા સાબિત થઈ ગયા છે. તેમની સફળતાથી સૌથી વધુ ખુશ તેમના મમ્મી પિંકી રોશન છે જેમનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં આ વીડિયોમાં અભિનેતાની મમ્મીના બે રૂપ જોવા મળી રહ્યા છે.

ઋતિક રોશનની માએ કર્યુ જિમમાં વર્ક આઉટ
પહેલા રૂપમાં તે પોતાના પુત્રની જેમ ફિટનેસ ચિંતા જોઈ રહ્યા છે કારણકે વીડિયોમાં તે પોતાના પુત્રની જેમ જિમમાં વર્ક આઉટ કરતા દેખાઈ રહ્યા છે. વળી બીજી તરફ આ વર્કઆઉટ બાદ તે ઋતિકની ફિલ્મ સુપર 30ના લોકપ્રિય સોન્ગ જુગરાફિયા પર જોરદાર ડાંસ કરતા જોવા મળ્યા છે. ખાસ વાત એ છે કે આ વીડિયો ખુદ ઋતિકે શેર કર્યો છે.
|
પિંકી રોશને કર્યો જુગરાફિયા ગીત પર જોરદાર ડાંસ
વીડિયો શેર કરીને ઋતિકે કેપ્શન લખ્યુ, 'Wait for it... #championoflife #supermom #loveyoumama', ઋતિકની માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો
આ વીડિયો પર અભિનેત્રી બિપાસા બસુ અને મૃણાલ ઠાકુરે પણ આ વીડિયો પર કમેન્ટ કરી છે. બિપાસા બસુએ લખ્યુ - Sooooo cute. વળી, મૃણાલ ઠાકુરે લખ્યુ, ''This just made my day #proudmama ❤️".

100 કરોડના ક્લબમાં શામેલ થઈ સુપર 30
તમને જણાવી દઈએ કે ફિલ્મમાં ઋતિક રોશન ગણિતજ્ઞ આનંદ કુમારની ભૂમિકામાં છે. તો વળી, મૃણાલ ઠાકુરે ઋતિકની પત્નીની ભૂમિકા નિભાવી છે. પંકજ ત્રિપાઠી પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.












Click it and Unblock the Notifications
