Hrithik Roshan Net Worth: 3100 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે ઋતિક રોશન, જાણો કેવી રીતે બનાવી આટલી સંપત્તિ?
Hrithik Roshan Net Worth: બોલિવૂડના સૌથી હેન્ડસમ અને ફિટ અભિનેતા ગણાતા ઋતિક રોશન આજે (10 જાન્યુઆરી, 2026) પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પાંચ દાયકા વટાવ્યા હોવા છતાં ઋતિકનો ચાર્મ અને ફિટનેસ આજે પણ નવા કલાકારોને ટક્કર આપે છે. ફિલ્મોમાં ભલે તે ઓછી દેખાય, પરંતુ કમાણી અને લોકપ્રિયતાના મામલે તે બોલિવૂડના ટોચના કલાકારોમાં સામેલ છે.

3100 કરોડનું સામ્રાજ્ય: કેવી રીતે થઈ આટલી કમાણી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋતિક રોશનની કુલ સંપત્તિ અંદાજે 3100 કરોડ રૂપિયા છે. તેમની કમાણી માત્ર ફિલ્મો પૂરતી મર્યાદિત નથી, પરંતુ બિઝનેસ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ તેમનો દબદબો છે.
- HRX બ્રાન્ડ: ઋતિકની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત તેમની પોતાની ફિટનેસ બ્રાન્ડ 'HRX' છે. આ બ્રાન્ડ દ્વારા તેઓ વર્ષે અંદાજે 260 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
- ફિલ્મ દીઠ ફી: ઋતિક એક ફિલ્મ માટે 70થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની છેલ્લી ફિલ્મ 'વોર 2' (ઓગસ્ટ 2025) માં જોવા મળી હતી.
- સોશિયલ મીડિયા: ઇન્સ્ટાગ્રામ પર 47 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઋતિક એક સ્પોન્સર પોસ્ટના 5થી 7 કરોડ રૂપિયા લે છે.
- માસિક આવક: ઋતિક રોશન દર મહિને અંદાજે 20 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
આલીશાન ઘર અને લક્ઝરી કાર કલેક્શન
ઋતિક રોશન મુંબઈના જુહુ વિસ્તારમાં એક ભવ્ય સી-ફેસિંગ સ્કાઈ વિલામાં રહે છે. 38,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ઘરની કિંમત કરોડોમાં છે. આ વિલામાં પ્રાઈવેટ ટેરેસ અને સેન્ટોરિની થીમ પર આધારિત ઇન્ટિરિયર છે.
તેમના કાર કલેક્શનની વાત કરીએ તો ઋતિક પાસે વિશ્વની સૌથી મોંઘી કારો છે.
- Rolls Royce Ghost Series II: કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા.
- Mercedes-Benz S-Class: કિંમત અંદાજે 1.40 થી 2.75 કરોડ રૂપિયા.
- Mini Cooper Convertible.
પર્સનલ લાઈફ અને રોકાણ
ઋતિકે રિયલ એસ્ટેટમાં પણ 200 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તે Cult Fit અને Zomato જેવી મોટી બ્રાન્ડ્સના એમ્બેસેડર પણ છે. હાલમાં તેઓ પોતાની પર્સનલ લાઈફ અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેના સંબંધોને લઈને પણ સતત ચર્ચામાં રહે છે.
52 વર્ષની ઉંમરે પણ ઋતિકે જે રીતે પોતાની બોડી અને બિઝનેસ એમ્પાયર જાળવી રાખ્યું છે, તે ખરેખર યુવાનો માટે પ્રેરણારૂપ છે.












Click it and Unblock the Notifications
