કરણ જોહરની બર્થડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સબાનો હાથ પકડીને પહોંચ્યા ઋતિક રોશન, જાણો ક્યારે થશે લગ્ન
કરણ જોહરની બર્થડે પાર્ટીમાં બૉલિવુડના હેન્ડસમ હીરો ઋતિક રોશન પોતાની નવી ગર્લફ્રેન્ડ સબા આઝાદનો હાથ પકડીને પહોંચ્યા હતા. જુઓ વીડિયો...
મુંબઈઃ બૉલિવુડના ફેમસ ફિલ્મમેકર કરણ જોહરે ગઈ રાતે પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો. તેમણે આ પ્રસંગે એક મોટી બર્થડે પાર્ટીનુ આયોજન કર્યુ હતુ જેને સેલિબ્રેટ કરવા માટે બૉલિવુડની જાણીતી હસ્તીઓ પહોંચી હતી. આ ખાસ પ્રસંગે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ બર્થડે પાર્ટી બેશમાં ભાગ લીધો પરંતુ સૌથી વધુ લાઈમલાઈટમાં ઋતિક રોશન અને સબા આઝાદની જોડી રહી. કરણ જોહરની આ બર્થડે પાર્ટીમાં બૉલિવુડના હેન્ડસમ હીરો ઋતિક રોશન પોતાની નવી ગર્લફ્રેન્ડ સબા આઝાદનો હાથ પકડીને પહોંચ્યા હતા.

પાર્ટીમાં પહોંચેલા સબા આઝાદ અને ઋતિક રોશને ત્યાં હાજર દરેકના દિલ જીતી લીધા હતા. બંને ફિલ્મમેકર કરણ જોહરની પાર્ટીની જાન બની ગયા. આ નવુ યુગલ એકસાથે પ્રવેશતાની સાથે જ બધાની નજર તેમના પર ટકેલી હતી. ઋતિક અને સબાએ પાર્ટી ડ્રેસના મામલે બ્લેક ટ્યુનિક કર્યુ હતુ જેમાં બંને એકદમ સ્ટનિંગ લાગી રહ્યા હતા. આ પ્રસંગે સબા અને ઋતિક રોશને કેમેરાની સામે જોરદાર પોઝ આપ્યા હતા.
બંને એકબીજાના પ્રેમમાં સંપૂર્ણપણે ડૂબેલા જોવા મળ્યા. બંનેએ એકબીજાનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. બંનેએ મન મૂકીને ફોટો ક્લિક કરાવ્યા. આ સ્થિતિમાં ઋતિક રોશન અને સબા આઝાદ વચ્ચેની કેમેસ્ટ્રી જોઈને આ કપલના લગ્નની ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. જો કે ઋતિક અને સબાએ હજુ સુધી સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે સબા આઝાદ અને ઋતિક રોશન ઘણીવાર સાથે જોવા મળે છે. બંને ઘણીવાર મુંબઈના ઘણા મોટા કાફે અને રેસ્ટોરન્ટમાં ચિટચેટ કરતા જોવા મળ્યા છે. વળી, બંને એકબીજા સાથે ઘણી ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં જાય છે. બંનેના કપડાનુ ટ્યુનિંગ પણ લગભગ સરખુ છે. ક્યારેક સબા ઋતિક અને તેના પરિવાર સાથે સમય પસાર કરતી પણ જોવા મળે છે. હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ઋતિક અને સબા બધાને તેમના સંબંધો વિશે જણાવે અને લગ્ન કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
