બોલ્ડ અંદાજમાં ફિલ્મ ફેર એવોર્ડમાં પહોંચી હિના ખાન, લુક જોઈને ઘાયલ થઈ જશો
અભિનેત્રી હિના ખાન તેના ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો નથી છોડતી. કમાલની ફેશન સેન્સ અને બોલ્ડ અંદાજથી હિના ખાન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેના ફિલ્મફેર લુકે તમામને ઘાયલ કરી દીધા છે.
ટીવીની દુનિયાની ફેમસ અભિનેત્રી હિના ખાન ફિલ્મફેરમાં બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. આ એવોર્ડ નાઈટમાં તેની કિલર સ્ટાઈલે તમામને ઘાયલ કરી દીધા છે. ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હિના આ એવોર્ડને લઈને કેટલી ઉત્સાહિત છે.

ફિલ્મફેર એવોર્ડ નાઇટ માટે હિના ખાને યલો અને ગોલ્ડન ગાઉન પસંદ કર્યુ હતું. આ ગાઉન ડીપ નેક અને થાઈ હાઈ સ્લિટ હતું. હિના ખાન વાળના બન સાથે આ લુકમાં સિઝલિંગ હોટ લાગી રહી હતી. હિના ખાનનો આ લુક સામે આવતા જ ફેન્સ તેની સુંદરતાના દિવાના બની રહ્યા છે.
આ પહેલા પણ હિના ખાન બોલ્ડ અંદાજમાં કેમેરા સામે આવી હતી. હાલમાં જ તે હેલો હોલ ઓફ ફેમ એવોર્ડ્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન હિના ખાનનો લુક સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ ઈવેન્ટમાં હિના ખાને રેડ કલરનો ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યો હતો. જેને જોયા બાદ ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. હજુ થોડા દિવસો પહેલા ઉમરાહ કરીને આવી હોવાના કારણે કેટલાક લોકોને તેના લુક સાથે વાંધો પડ્યો હતો.
હિના ખાને યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના પાત્રથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી હિના ખાને બિગ બોસ અને ખતરોં કે ખિલાડીમાં પોતાની અદભૂત સ્ટાઈલથી ગ્લેમરની દુનિયામાં પોતાની જાતને સ્થાપિત કરી લીધી છે.












Click it and Unblock the Notifications
