Excl Pics : દુબાઈમાં સલમાન-પ્રિયંકાએ મચાવી ધૂમ
મુંબઈ, 4 ડિસેમ્બર : તાજેતરમાં જ સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાએ દુબાઈના એક કૉન્સર્ટમાં ધમાકેદાર પરફૉર્મ કર્યું. આ સાથે જ સલમાન અને પ્રિયંકા વચ્ચેની નિકટતા વધતી જણાઈ, તો બીજી બાજુ શાહરુખ ખાન સાથે પ્રિયંકાનો અંતર વધતો લાગે છે.
આ ઇવેન્ટ દરમિયાન સલમાન અને પ્રિયંકા વચ્ચે જે સંવાદો થયાં, તે સાંભળ્યા બાદ તો ચોક્કસપણે એમ કહી શકાય કે શાહરુખની જંગલી બિલ્લી સલમાનના ખોળે જઈ બેઠી છે.
નોંધનીય છે કે શાહરુખ અને પ્રિયંકા વચ્ચેના સંબંધો અંગે અગાઉ ખૂબ ચર્ચા ચાલી હતી અને પ્રિયંકાના કારણે શાહરુખના લગ્નજીવનમાં ભંગાણ પડવાની શક્યતા પણ સર્જાઈ હતી.
હાલ તો આપણે જોઇએ દુબાઈમાં યોજાયેલ બૉલીવુડ કૉન્સર્ટ અને સલમાન-પ્રિયંકાની ધમાલની તસવીરી ઝલક.

સલમાન-પ્રિયંકાની ધમાલ
દુબાઈ ખાતે યોજાયેલ બૉલીવુડ કૉન્સર્ટ દરમિયાન સલમાન અને પ્રિયંકાએ ખૂબ ધમાલ મચાવી.

સલમાન-પ્રિયંકાની ધમાલ
દુબાઈમાં કૉન્સર્ટ અગાઉ યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં સલમાન ખાને જણાવ્યું - મેં પ્રિયંકાની મારી સાથે પરફૉર્મ કરવા માટે પસંદગી કરી નથી. તેમણે મારી પસંદગી કરી છે.

સલમાન-પ્રિયંકાની ધમાલ
સલમાને આગળ એમ પણ ઉમેર્યું - હું પ્રિયંકાનો ફેવરિટ કો-સ્ટાર છું. આના જવાબમાં પ્રિયંકાએ પણ હા કહી. તો હવે તો કઈં કહેવાનું બચ્યું નહીં.

સલમાન-પ્રિયંકાની ધમાલ
સલમાનના આવા નિવેદનથી કહી શકાય કે જ્યારથી શાહરુખ ખાને સલમાનના ગર્લફ્રેન્ડ કૅટરીનાનો હાથ થામ્યો છે, પ્રિયંકાએ શાહરુખનો હાથ છોડી સલમાનનો હાથ થામી લીધો છે. થઈ ગયુંને હિસાબ બરાબર.

સલમાન-પ્રિયંકાની ધમાલ
સલમાને આ કૉન્સર્ટ દરમિયાન લોકોને સીધો જ એવો સવાલ કરી નાંખ્યો કે જેનાથી લોકો વિમાસણમાં પડી ગયાં.

સલમાન-પ્રિયંકાની ધમાલ
જો બૉલીવુડમાં કિંગ ખાન નામે કોઈ પ્રખ્યાત હોય, તો તે છે શાહરુખ ખાન, કારણ કે તેમની જ ફિલ્મનું નામ બદશાહ હતું. એમ પણ બૉક્સ ઑફિસ રિપોર્ટના હિસાબે તેમની જ ફિલ્મો બૉક્સ ઑફિસે ચાલે છે. તેના કારણે લોકો તેમને કિંગ કહેવા લાગ્યાં છે, પરંતુ જો કોઈ સામાન્ય વ્યક્તિ પ્રજાને સવાલ કરે કે તે બતાવે કે બૉલીવુડનો કિંગ કોણ છે, ત્યારે સમજાય.

સલમાન-પ્રિયંકાની ધમાલ
સલમાન ખાન ભરી મહેફિલમાં પ્રજાને એમ સવાલ કરે, તો તેનો તો સીધો અર્થ એ જ કરી શકાયને કે તેઓ સીધા-સાદાં શાહરુખ ખાનને પડકાર ફેંકી રહ્યાં છે, કારણ કે પ્રજા જો તેમની સામે શાહરુખનું નામ લે, તો મુસીબત અને જો ન લે, તોય મુસીબત.

સલમાન-પ્રિયંકાની ધમાલ
સલમાને સ્ટેજ ઉપરથી ચીસો પાડી પુછ્યું કે આપ લોકો બતાવો કે બૉલીવુડનો રીયલ કિંગ કોણ? હવે રીયલ સાથે કદાચ તેઓ પોતાની જાતને જોડી રહ્યા હતાં.

સલમાન-પ્રિયંકાની ધમાલ
સલ્લુ મિયાના આ અંદાજ ઉપર ફિદા થઈ ગઈ.

સલમાન-પ્રિયંકાની ધમાલ
પ્રિયંકા ચોપરા કે જે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનના ખૂબ જ નિકટ મનાતા રહ્યાં છે અને જેમના કારણે શાહરુખે અનેક મિત્રોને વેરી બનાવ્યાં, તે પ્રિયંકા ચોપરા હવે કિંગ ખાનના રાઇવલ સલમાન ખાનની નજીક બતાવાઈ રહ્યાં છે. આપ વિચારમાં પડી ગયા હશો કે આખરે એવું કોણે કહ્યું. આપને બતાવી દઇએ કે આ વાત કહી છે આપણાં સલ્લુ મિયા સલમાન ખાને.

સલમાન-પ્રિયંકાની ધમાલ
બંને સિતારાઓ એક-બીજા સાથે ખૂબ હળેલા-મળેલા દેખાતા હતાં. માત્ર એટલું જ નહીં, પણ આ સમગ્ર ઇવેન્ટ દરમિયાન યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં પણ બંને સિતારાઓ એક-બીજાના વખાણ કરતાં નજરે પડ્યાં.

સલમાન-પ્રિયંકાની ધમાલ
સલમાન અને પ્રિયંકા વચ્ચે વધતી નિકટતા બૉલીવુડમાં ચર્ચાનો વિષય બની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
