Happy Birthday: રેખા સાથે 15 વર્ષની ઉંમરમાં શૂટિંગના બહાને થયુ હતુ યૌન શોષણ
આજે બોલિવુડની સૌથી હસીન અભિનેત્રી રેખાનો જન્મદિવસ છે. આજથી ઘણા વર્ષો પહેલા હિંદી સિનેમાની ઉમરાવ જાન પણ યૌન શોષણનો શિકાર થઈ ચૂકી છે.
આજે બોલિવુડની સૌથી હસીન અભિનેત્રી રેખાનો જન્મદિવસ છે. નશીલી આંખો, સુંદર કાયા અને દિલકશ અભિનયનો સંગમ છે બોલિવુડની અભિનેત્રી રેખા. રેખા એક એવુ ચરિત્ર છે જેને વીતેલા જમાનાની જ નહિ પરંતુ આજની નવયુવાન પેઢી પણ જાણવા માટે ઉત્સુક છે. દરેકને આજે પણ રસ છે રેખાના જીવનના તે પાનાં વાંચવામાં જેને આજ સુધી કોઈએ વાંચ્યા નથી. આજે મી ટુ અભિયાન હેઠળ તનુશ્રી દત્તા, કંગના રાણાઉત જેવી નામાંકિત હસ્તીઓએ પોતાની સાથે થયેલ અયોગ્ય વ્યવહારને લોકો સામે રાખ્યો છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી ઘણા વર્ષો પહેલા હિંદી સિનેમાની ઉમરાવ જાન પણ યૌન શોષણનો શિકાર થઈ ચૂકી છે.

રેખાનું થયુ યૌન શોષણ઼
આ વાતનો ખુલાસો થયો હતો યાસીર ઉસ્માનના પુસ્તક, ‘રેખાઃ એન અનટોલ્ડ સ્ટોરી' માંથી. આજથી લગભગ બે વર્ષ પહેલા માર્કેટમાં આવેલા આ પુસ્તકને જેણે પણ વાંચ્યુ તે બેચેન થઈ ગયા કારણકે આ પુસ્તકે રેખાની તે પીડાને લોકો સામે લાવી જે તે કદાચ આજ સુધી ભૂલી નથી શકી.

શૂટિંગના બહાને રેખા સાથે થયુ અયોગ્ય કામ...
ઉસ્માનના પુસ્તકમાં લખ્યુ છે કે ફિલ્મ ‘અનજાના સફર' ના નિર્દેશક રાજા નવાઠે અને ફિલ્મના હીરો બિશ્વજીતે રેખાને જણાવ્યા વિના ફિલ્મનો સીન શૂટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. તે સમયે રેખાની ઉંમર માત્ર 15 વર્ષની હતી. રેખા રોમેન્ટિક ગીતના શૂટિંગ માટે સેટ પર પહોંચી અને જેવી ડાયરેક્ટરે એક્શન બોલ્યુ કે બિશ્વજીતે રેખાને બાહોમાં લઈને કિસ કરવા લાગ્યા.

સેટ પર પીડાના કારણે રોઈ પડી રેખા...
રેખાને રોકાયા વિના 5 મિનિટ સુધી કિસ કરતા રહ્યા, રેખા પીડાના કારણે કણસવા લાગી ત્યારે બિશ્વજીતે તેને છોડી. રેખાની આ પીડા યાસીરે પુસ્તકમાં વર્ણવી દીધી અને કહ્યુ કે તેમણે રેખાને પૂછીને જ તેમના જીવનના આ તારને છેડ્યા છે.

રેખા... કદાચ આ જ કારણોથી આજે પણ રહસ્યમયી છે...
પરંતુ એટલુ તો નક્કી જ છે કે રેખા... કદાચ આ જ કારણોથી આજે પણ બહુ રહસ્યમયી છે. ખબર નહિ તેમણે કેટલા દર્દ છૂપાવીને રાખ્યા છે અને કદાચ આ જ કારણ છે કે તે લોકો સાથે વધુ મળતી નથી. હાલમાં ફિલ્મી કેનવાસની આ નાયાબ કલાકારને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
