Kartik Aaryan Net Worth: બૉલિવુડ શહજાદાએ 12 વર્ષમાં બનાવી લીધી આટલી સંપત્તિ, ખરીદી કરોડોની લક્ઝરી કાર

Kartik Aaryan Birthday: બૉલિવુડ એક્ટર કાર્તિક આર્યનની ગણતરી ટોચના કલાકારોમાં થાય છે. તેણે એક નાનકડા શહેરમાંથી મુંબઈ આવીને પોતાના દમ પર એક્ટર બનવાનું સપનું પૂરું કર્યું. તેની સખત મહેનતના પરિણામે અભિનેતા આજે તે સ્થાને છે જ્યાં તેની પાસે કરોડોની સંપત્તિ છે.

આજે એટલે કે 22 નવેમ્બરે કાર્તિક આર્યન તેનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ સુપરસ્ટાર કેટલા કરોડનો માલિક છે. કાર્તિકે પોતાના 12 વર્ષના કરિયરમાં બૉલિવુડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં ગયા વર્ષે રિલીઝ થયેલી 'ધમાકા', પતિ પત્ની ઔર વો, લુકા-ચુપ્પી, પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી અને ભૂલ ભુલૈયા 2 સામેલ છે.

Kartik Aaryan

આ ફિલ્મોમાં કાર્તિકે પોતાના જબરદસ્ત અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા અને બૉક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ. જ્યારે કાર્તિક એક ફિલ્મ માટે 5થી 7 કરોડ રૂપિયા લે છે. તેણે ફિલ્મ ભૂલ ભુલૈયા 2 માટે તેની ફી વધારી દીધી હતી. આ સિવાય કલાકારો બ્રાન્ડ પ્રમોશનથી સારી એવી કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે.

મળતી માહિતી મુજબ, કાર્તિક આર્યન મુંબઈમાં જે એપાર્ટમેન્ટમાં રહે છે તે તેના કરિયરના શરૂઆતના દિવસોમાં ભાડે રહેતો હતો. જે તેણે વર્ષ 2019માં 1.60 કરોડ રૂપિયામાં ખરીદી લીધુ હતું. આ સિવાય ગયા વર્ષે ભૂલ ભુલૈયા 2ની સફળતા બાદ અભિનેતાએ 17.50 કરોડ રૂપિયામાં જુહુમાં 1594 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.

આ સિવાય કાર્તિક આર્યનને મોંઘી કારનો શોખ છે. તેની પાસે સૌથી મોંઘી કાર છે. અભિનેતાના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે મેકલેરેન જીટી છે જેની કિંમત 3.72 કરોડ રૂપિયા છે. આ સિવાય અભિનેતાએ વર્ષ 2021માં લેમ્બોર્ગિની યુરસ કેપ્સ્યુલ કાર ખરીદી હતી, તેની કિંમત 3.45 કરોડ રૂપિયા છે. આ મોંઘા વાહનો ઉપરાંત, કાર્તિક પાસે ROYAL ENFIELD CLASSIC પણ છે જેની કિંમત 1.6 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X