Video: બિજલી બનીને કિયારા અડવાણીએ વરસાવ્યો કહેર, વિકી કૌશલનો ડાંસ જોઈએ ફિદા થયા ફેન્સ
વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ ગોવિંદા મેરા નામની હાલમાં ઘણી ચર્ચા છે. હાલમાં ફિલ્મનુ પહેલુ ગીત બિજલી રિલીઝ થઈ ગયુ છે.
Bijli Song Out: વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ ગોવિંદા મેરા નામની હાલમાં ઘણી ચર્ચા છે. કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર અને વિકીની જોડીને ઑનસ્ક્રીન જોવા માટે લોકો આતુર છે. હાલમાં ફિલ્મનુ પહેલુ ગીત બિજલી રિલીઝ થઈ ગયુ છે. આ ગીતમાં કિયારા અડવાણી અને વિકી કૌશલ નેહા કક્કડ અને મીકા સિંહના ગીતો પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ગીતમાં વિકી બિજલી એટલે કે કિયારા અડવાણીનો પરિચય આપતો દેખાય છે. ગીતમાં લાઈટનિંગ બનેલી કિયારા અડવાણી ખૂબ જ સુંદર લાગી રહી છે.

કિયારાએ ગ્રીન અને રેડ કલરનુ આઉટફિટ પહેર્યુ છે. વિકી કૌશલ વિશે વાત કરીએ તો અભિનેતાએ પીળા ટી-શર્ટ અને લાલ શર્ટ પહેર્યા છે. આ ગીત પર વિકી અને કિયારા જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પાવર સોંગ સચિન જીગરે કમ્પોઝ કર્યુ છે અને વાયુએ તેને લખ્યુ છે. નેહા કક્કડ અને મીકા સિંહે આ ગીત ગાયુ છે. વીડિયો શેર કરતાં વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- આ સિઝન બિજલીની ધૂન પર ડાન્સ કરવાની છે. બિજલી ગીત બહાર પડી ગયુ છે. ગીત જોયા બાદ ચાહકોએ ફાયર ઈમોજી અને હાર્ટ ઈમોજી બનાવીને વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. એક ચાહકે લખ્યુ કે વિકી ગીત પર ડાન્સ કરી રહ્યો છે. તો એકે લખ્યુ કે બિજલી.. રાહ નહિ જોવાય.
તમને જણાવી દઈએ કે આ પહેલા આ ગીતનુ ટીઝર 23 નવેમ્બરે રિલીઝ થયુ હતુ. ગોવિંદા મેરા નામમાં વિકી કૌશલ ટાઈટલ ડાન્સર તરીકે દેખાય છે. અભિનેતા પહેલીવાર મસાલા એન્ટરટેઈનર તરીકે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા મહિને સીધી OTT પર રિલીઝ થવાની છે. વિકી અને કિયારા ઉપરાંત આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત છે અને શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત છે. અગાઉ તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને ધડક જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યુ છે. ગોવિંદા મેરા નામ 16 ડિસેમ્બરે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. સરદાર ઉધમ પછી OTT પર રિલીઝ થનારી વિકી કૌશલની આ બીજી ફિલ્મ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
